મોરબીઃ કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, બાઇક પાર્કિંગ મામલે માથાકૂટ

News18 Gujarati
Updated: February 7, 2019, 4:11 PM IST
મોરબીઃ કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, બાઇક પાર્કિંગ મામલે માથાકૂટ

  • Share this:
સિરામીક નગરી મોરબીમાં વધુ એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. અહીં બાઇક પાર્કિંગ જેવી મામુલી બાબતે બે જૂથ સામ સામે આવી ગયું હતું, ઘટનામાં બંને બાજુ જાહેરમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

મોરબીમાં આવેલા જાણીતા કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયા બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં બંને જૂથના લોકો ઘાયલ થયા હતા. તો ઘટનાની જાણ થતા જ LCB,SOG સહિતની ટીમ દોડી જઇ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ જલ્દી કરો! સસ્તો થઇ ગયો દુનિયાનો પહેલો 4 કેમેરાવાળો સ્માર્ટફોન

થોડા સમય પહેલા જ મોરબીના ટંકારામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સર્જાઇ હતી, જો કે કાલિકા પ્લોટમાં સર્જાયેલી અથડામણમાં હાલ કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
First published: February 7, 2019, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading