સુરેન્દ્રનગરઃ કોન્સ્ટેબલ પર હુમલો, ફોન કરી મળવા બોલાવી કર્યું ફાયરિંગ

 • Share this:
  છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જનતાની રક્ષા કરતી પોલીસ પર હુમલાની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વધુ એક આવી જ ઘટના સુરેન્દ્રનગરમાં બની હતી, સાયલાના સીર વાણિયા ગામે પોલીસ કોન્સ્ટેબલને ફોન કરી મળવા બોલાવ્યા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ પોલીસ કાફલા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલાના સીર વાણિયા ગામે કોન્સ્ટેબલ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વાણિયા ગામે સિવકુ કાઠી નામના યુવકે ફોન કરીને કોન્સ્ટેબલને બોલાવ્યા હતા, ત્યારબાદ કોઇ સામાન્ય બાબતે સિવકુ કાઠીએ કોન્સ્ટેબલ પર ફાયરિંગ કર્યું હતું.

  અહીં ક્લિક કરી વાંચોઃ ફિલ્મફેર મેગેઝિનનાં કવર માટે સારા અલી ખાનનું Bold Photo shoot

  ફાયરિંગની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલનો આબાદ બચાવ થયો હતો, તો ફાયરિંગ કરી આરોપી સિવકુ ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળે જઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે, તથા આરોપી સામે હત્યાનો પ્રયાસ સહિતના ગુના નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
  Published by:Sanjay Vaghela
  First published: