ભુજઃ કચ્છના માતાના મઢ પાસે આવેલા તળાવ નજીક ત્રણ કિશોરી અને એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચારેય લોકોએ સાથે મળીને એકસાથે ઝેરી દવા પી લીધી હતી. આ ચકચારી ઘટનાને પગલે દોડી ગયેલા ગ્રામમજનોએ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં આવું કરવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ છે કે પછી કોઈ અન્ય તે જાણી શકાયું નથી.
રાજકોટના જિલ્લાના વાંકાનેર અને પડધરી ગામના વિજય જેન્તીલાલ આગરિયા, તેમજ અન્ય ત્રણ કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણ કિશોરીમાંથી બે સગી બહેનો છે જ્યારે એક બંનેની પિતરાઈ છે.
આ ચારેય લોકો માતાના મઢ પહોંચ્યા પછી ગામના તળાવ નજીક ગયા હતા અને એક પછી એક એમ તમામે ઝેરી દવા પી લીધી હતી. જોકે, દવા પી લીધા પછી એક કિશોરીએ બૂમાબૂમ કરતા આસપાના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તમામને સારવાર માટે ખસેડ્યા હતા.
આ કિશોરીની કેફિયત મુજબ યુવક વિજયે પહેલા બે બહેનોને દવા પીવડાવ્યા પછી તેને પણ દવા પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે બચી ગઈ હતી. હાલ તમામને સારવાર માટે રખાયા છે. જેમાં એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના કહેવા મુજબ આ તામામના નિવેદન લેવાયા બાદ જ આ સમગ્ર ઘટનાક્રમની ચોકકસ વિગતો સ્પષ્ટ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર