Home /News /gujarat /

Surendranagar: બાઇક અથડાવા જેવી નાની બાબતે બેઝબોલના ધોકાના ઘા ઝીંકી આધેડનું ઢીમ ઢાળી દીધું

Surendranagar: બાઇક અથડાવા જેવી નાની બાબતે બેઝબોલના ધોકાના ઘા ઝીંકી આધેડનું ઢીમ ઢાળી દીધું

બાઇક પર જઇ રહેલા યુવરાજસિંહ ગંભીરસિંહ મોરી અને દિવ્યરાજ ઉર્ફે દેવરાજ ધીરૂભા બારડનું બાઇક કસ્તુરભાઇ સાથે ભટકાયુ હતુ.

લીંબડી તાલુકાના સમલા ગામના કસ્તુરભાઇ જીવણભાઇ વાઘેલા વઢવાણ માલધારી ચોક પાસેથી પસાર થઇ રહ્યા હતાં. તે દરમિયાન બાઇક પર જઇ રહેલા યુવરાજસિંહ ગંભીરસિંહ મોરી અને દિવ્યરાજ ઉર્ફે દેવરાજ ધીરૂભા બારડનું બાઇક કસ્તુરભાઇ સાથે ભટકાયુ હતુ. જે મામલે બોલાચાલી થતાં કસ્તુરભાઇએ બન્ને યુવાનોને બાઇક સરખી રીતે ચલાવવાનુ કહેતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સો કસ્તુરભાઇને બાઇક પર બળજબરીથી બેસાડીને હુડકો સોસાયટી પાછળ અવાવરૂ જગ્યાએ લઇ જઇ બેઝબોલના ધોકા વડે આડેધડ માર મારતા કસ્તુરભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી.

વધુ જુઓ ...
    સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના વઢવાણ  (Vadhvan)ખાતે એક આધેડ રસ્તાની સાઇડમાં ચાલીને જતા હતા, તે દરમિયાન બાઇક પર નિકળેલા બે યુવાનોનું બાઇક આધેડ સાથે ટકારાત બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બન્ને યુવકોએ આધેડને બાઇક પર અવાવરૂ જગ્યાએ લઇ જઇ બેઝબોલના ધોકાના ઘા ઝીંકી હત્યા (Murder)કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર બને યુવાનોને ઝડપી લીધા છે.

    લીંબડી તાલુકાના સમલા ગામના કસ્તુરભાઇ જીવણભાઇ વાઘેલા વઢવાણ માલધારી ચોક પાસેથી પસાર થઇ રહ્યા હતાં. તે દરમિયાન બાઇક પર જઇ રહેલા યુવરાજસિંહ ગંભીરસિંહ મોરી અને દિવ્યરાજ ઉર્ફે દેવરાજ ધીરૂભા બારડનું બાઇક કસ્તુરભાઇ સાથે ભટકાયુ હતુ. જે મામલે બોલાચાલી થતાં કસ્તુરભાઇએ બન્ને યુવાનોને બાઇક સરખી રીતે ચલાવવાનુ કહેતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સો કસ્તુરભાઇને બાઇક પર બળજબરીથી બેસાડીને હુડકો સોસાયટી પાછળ અવાવરૂ જગ્યાએ લઇ જઇ બેઝબોલના ધોકા વડે આડેધડ માર મારતા કસ્તુરભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી. જે બાદ તેઓ માલધારી ચોકમાં જ બેભાન હાલતમાં મુકી નાસી છુટ્યા હતાં.

    આ પણ વાંચો- અમિત શાહ IPL 2022 ની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિહાળશે

    સ્થાનિકોએ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરતા વઢવાણ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્ત કસ્તુરભાઇને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી યુવરાજસિંહ ગંભીરસિંહ મોરી અને દિવ્યરાજ ધીરૂભા બારડને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ એક સામાન્ય ઝઘડામાં થયેલી હત્યાના બનાવમાં કસ્તુરભાઇના પત્ની અને ત્રણ બાળકો સહીતનો પરિવાર નોંધારો બની ગયો છે. જ્યારે બે યુવાનો જેલમાં ધકેલાઇ ગયા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Latest gujarati news, Surendra Nagar, Surendranagar Crime, સુરેન્દ્રનગર

    આગામી સમાચાર