રાજકોટ પોલીસની આબરુના લીરેલીરા કરતો વધુ એક વીડિયો વાયરલ

વીડિયો ભક્તિનગર ડી સ્ટાફમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું છે.ડીસીપી રવિ મોહન સૈનીએ તપાસના આદેશ આપ્યા.

વીડિયો ભક્તિનગર ડી સ્ટાફમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું છે.ડીસીપી રવિ મોહન સૈનીએ તપાસના આદેશ આપ્યા.

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી પોલીસકર્મીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલા રહે છે. એમાં પણ ખાસ કરીને રાજકોટના પોલીસ ઓફિસરો જાણે એક્ટિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજકોટના વધુ એક પોલીસ ઓફિસરનો વીડિયો વાયરલ થયો છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે સામે આવ્યું નથી પરંતુ પોલીસના ડ્રેસમાં ગુનેગારોમાં ખોફ જમાવવાને બદલે ઓફિસરો ફિલ્મી સ્ટાઇલ મારી રહ્યાં છે.

  ફરી એક વખત રાજકોટ પોલીસ કર્મચારીનો એક વીડિયો વાયરલ થયો છે. આ પોલીસ ઓફિસરે ટિકટોક નહીં પરંતુ ફિલ્મી સ્ટાઇલમાં પોતાનો એક વીડિયો બનાવ્યો. હાલમાં જ બોલીવૂડની ફિલ્મ સિમ્બા સ્ટાઇલમાં બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. આ વીડિયો ભક્તિનગર ડી સ્ટાફમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ ડીસીપી રવિ મોહન સૈનીએ તપાસના આદેશ આપ્યા છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ પીળી સાડીવાળી ઓફિસરનો Tik Tok વાયરલ, લોકોએ કહ્યું- સપનાને મારશે ટક્કર

  શું છે વીડિયોમાં ?

  વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે દિવ્યરાજસિંહ સિમ્બા સ્ટાઇલમાં દેખાઇ રહ્યાં છે. સૌપ્રથમ તેઓ વરદી પહેરી તૈયાર થાય છે, ત્યારબાદ ફોર્ચ્યુનર કારમાં બોનેટ પર બેસીને સ્ટાઇલ મારી રહ્યો છે, આ શૂટ દરમિયાન બેકગ્રાઉન્ડમાં સિમ્બા ફિલ્મનું સોંગ વાગી રહ્યું છે.

  ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એક યુવકે પોલીસની PCR વાન પર બેસીને વીડિયો બનાવ્યો હતો. આ મામલે રાજકોટ પોલીસે બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. આ વીડિયો તૈયાર કરનાર યુવક પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયા હતો. પોલીસે આ મામલે A ડિવિઝનના કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને PCR વાનના ઇન્ચાર્જ અમિત કોરાટને સસ્પેન્ડ કર્યા છે. બંને પોલીસકર્મીને ફરજ દરમિયાન લાપરવાહી રાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  Published by:Sanjay Vaghela
  First published: