Home /News /gujarat /સ્વતંત્રતા પર્વ: જુનાગઢમાં 15 ઓગસ્ટ 1947ના રોજ નહોતી થઈ આઝાદીની ઉજવણી, નહોતો લહેરાવવામાં આવ્યો તિરંગો

સ્વતંત્રતા પર્વ: જુનાગઢમાં 15 ઓગસ્ટ 1947ના રોજ નહોતી થઈ આઝાદીની ઉજવણી, નહોતો લહેરાવવામાં આવ્યો તિરંગો

15 ઓગસ્ટ 1947ના રોજ દેશભરમાં આઝાદીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ ઉજવણીથી જુનાગઢ રાજ્ય અને તેની હસ્તક આવેલી મિલકતો અળગા રહ્યા હતા

15 ઓગસ્ટ 1947ના રોજ દેશભરમાં આઝાદીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ ઉજવણીથી જુનાગઢ રાજ્ય અને તેની હસ્તક આવેલી મિલકતો અળગા રહ્યા હતા

આજે રાજકોટ સહિત સમગ્ર દેશ 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે. તેમજ વખતે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે ઉજવવામાં આવી રહી છે. ત્યારે યુવા પેઢીના ગણ્યાગાંઠ્યા લોકોને જ ખ્યાલ આવશે કે, 15 ઓગસ્ટ 1947ના રોજ દેશભરમાં આઝાદીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ ઉજવણીથી જુનાગઢ રાજ્ય અને તેની હસ્તક આવેલી મિલકતો અળગા રહ્યા હતા.

15મી ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થતાં સમગ્ર રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી હતી. પરંતુ રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જુનાગઢના ઉતારા તરીકે ઓળખાતી જગ્યામાં આઝાદીની ઉજવણી કરવામાં નહોતી આવી. કારણકે તે મિલકત જૂનાગઢના નવાબના હસ્તક આવતી હતી. આ સમયે જૂનાગઢ રાજ્યના નવાબે જુનાગઢ ભારત સંઘમાં સંમિલિત કરવાની મંજૂરી નહોતી આપી. આમ, દેશ આઝાદ થયો હતો. પરંતુ સૌરાષ્ટ્રનો ભાગ ગણાતું જૂનાગઢ અને જૂનાગઢ રાજ્ય હસ્તક આવતી મિલ્કતો પર 15 ઓગસ્ટ 1947ના રોજ તિરંગો નહોતો લહેરાવવામાં આવ્યો. આમ, રાજકોટ સ્થિત જૂનાગઢ હાઉસ પર 15 ઓગસ્ટ 1947ના રોજ તિરંગો ફરકાવવામાં નહોતો આવ્યો. તેમજ તે અંગેની એક પણ પ્રકારની ઉજવણી પણ કરવામાં નહોતી આવી.



જૂનાગઢને ભારતમાં ભેળવવાની ચળવળની શરૂઆત રાજકોટથી થઈ હતી

આજે જ્યારે દેશના દરેક નાગરીકો સ્વતંત્ર છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજથી દાયકાઓ પૂર્વે કેટલાક યુવાનો એવા પણ હતા. જેમને જૂનાગઢને ભારત સંઘમાં ભેળવવા માટે આરઝી હકૂમતની સ્થાપના કરી હતી. આરઝી હકૂમતની સ્થાપના 25 સપ્ટેમ્બર 1947ના રોજ મુંબઈના માધવબાગમાં થઈ હતી. આરઝી હકૂમતના પ્રધાનમંડળમાં શામળદાસ ગાંધી, દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઇ વરુ, રતુભાઈ અદાણી સહિતના લોકો જોડાયા હતા.

રાજકોટમાં જુદાજુદા રાજ્યના રાજવીઓએ બનાવડાવ્યા હતા પોતાના માટે આલીશાન ઘર

ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે આઝાદી પૂર્વે રાજકોટ બે ભાગમાં વહેંચાયેલું હતું જેમાં ત્રિકોણ બાગ પાસે ખાદી ભવન આવેલું છે. ત્યાંથી પૂર્વ બાજુ રજવાડાની એટલે કે રાજકોટ સ્ટેટની હદ ગણાતી હતી. જ્યારે કે પશ્ચિમ બાજુ બ્રિટિશરોની હદ ગણવામાં આવતી હતી. બ્રિટીશરોએ રાજકોટના રાજવી પાસેથી બે કટકે ભાડા પર જમીન મેળવી હતી. જે અંતર્ગત દરેક રાજ્યના રાજાઓ રાજકોટ ખાતે બ્રિટિશરોના પોલિટિકલ એજન્ટને અવારનવાર મળવા આવતા હતા. જેના કારણે રાજકોટમાં જે તે સમયે 14 મોટા અને 17 નાના કુલ મળીને 31 રાજ્યના રાજાઓએ જમીન ખરીદીને પોતાના માટે ભવ્યાતિભવ્ય ઉતારાઓ બનાવડાવ્યા હતા.



જે અંતર્ગત જૂનાગઢ રાજ્યના રાજાએ પણ રાજકોટની સદર બજાર પાસે પોતાના માટે આલીશાન જૂનાગઢ હાઉસ બનાવ્યું હતું. જે પહેલા જૂનાગઢના ઉતારા તરીકે પ્રખ્યાત હતું. પ્રવર્તમાન સંજોગોમાં હાલ તે સરદાર બાગ સર્કિટ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. રાજકોટ શહેર કે એરપોર્ટ ખાતે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રોકાણ હોઈ ત્યારે તેમના માટે સર્કિટ હાઉસ આરક્ષિત રાખવામાં આવતું હોય છે. આજ પ્રકારની વ્યવસ્થા મુખ્યમંત્રી ની મુલાકાત દરમિયાન પણ ગોઠવવામાં આવતી હોય છે.



30 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ હાઉસ પર કબ્જો મેળવવામાં આવ્યો હતો

આરઝી હકૂમતની સ્થાપનાના એક સપ્તાહમાં જ રાજકોટ ખાતે આવેલા જુનાગઢ હાઉસ પર સશસ્ત્ર સાથે યુવાનોએ છાપો માર્યો હતો. જુનાગઢ રાજ્યની આ પ્રથમ મિલકત હતી કે, જેના પર આરઝી હકૂમતમાં જોડાયેલા સશસ્ત્ર સેનાનીઓએ પોતાનો કબ્જો મેળવ્યો હતો. ઈતિહાસમાં 30 સપ્ટેમ્બર 1947ની તારીખ અંકિત થઈ ગઈ હતી જ્યારે જૂનાગઢ હાઉસની બહાર આરઝી હકૂમત સાથે જોડાયેલા આગેવાનો અને સેનાનીઓ જૂનાગઢ આરઝી હકૂમતનું બોર્ડ લગાવી દીધુ હતું. ત્યારબાદ રાજકોટના જુનાગઢ હાઉસ ખાતે આરઝી હકૂમતની કચેરી સ્થાપવામાં આવી હતી. જ્યાંથી આગળની રણનીતિ ઘડવામાં આવી હતી.
" isDesktop="true" id="1124373" >

આ સમય દરમિયાન રતુભાઈ અદાણી યુવાનોને શસ્ત્રો ચલાવવાની તાલીમ પણ આપી રહ્યા હતા. ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે આઝાદ જુનાગઢ ફોજમાં 4000 જેટલા સૈનિકો હતા.
Published by:Kaushal Pancholi
First published:

Tags: 75th Independence Day, Independence day, ગુજરાત, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો