Home /News /gujarat /

વૃદ્ધાએ કીટ લેવાનો ઇન્કાર કરતા કહ્યું -જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી મહેનત મજૂરી કરી રોટલો ખાઇશ

વૃદ્ધાએ કીટ લેવાનો ઇન્કાર કરતા કહ્યું -જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી મહેનત મજૂરી કરી રોટલો ખાઇશ

વૃદ્ધાએ કીટ લેવાનો ઇનકાર કરતા કહ્યું -જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી મહેનત મજૂરી કરી રોટલો ખાઇશ

વૃદ્ધાની ખાનદાની : વૃદ્ધાએ સેવાકર્મીઓ પાસે કીટ લેવાનો ઇન્કાર કર્યો, ઝુંપડામાં રહેતી વૃદ્ધાની ખાનદાની જોઈ સેવાકર્મીઓની પણ આંખ છલકાઈ ગઈ

રાજકોટ : કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આવા સમયે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. લોકોના ધંધા, રોજગાર પણ બંધ છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો ગરીબ વર્ગ અને જે લોકો રોજનું કમાઈને ખાતા હોય છે તેવા વર્ગને રાશન કીટથી માંડીને જમવા સુધીની સેવા કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં સેવાભાવી લોકો સેવા આપી રહ્યા છે તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં લોકોને સૌથી વધુ મુશ્કેલી છે આવી જગ્યાઓ પર પણ સેવાભાવી લોકો અને સંસ્થાઓ પોતાનું સેવાકાર્ય કરી રહી છે.

આવું જ સેવાકાર્ય કરતા કરતા એક અનોખો કિસ્સો સામે આવ્યો છે વાત છે ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામની. ગીરગઢડા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગીરગઢડા તાલુકાના પ્રાથમિક શિક્ષક પરિવારના સહયોગથી ગીરગઢડા તાલુકાના 42 જેટલા ગામોના 392 જેટલા પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે પણ સંઘના કાર્યકરો વસ્તુનું વિતરણ કરી રહ્યા હતા.

આ પણ વાંચો - જાણો કયા માપદંડોને ધ્યાનમાં રાખી COVID 19ના દર્દીઓ માટે બનાવવામાં આવે છે ભોજન

સંઘના કાર્યકરો સાથે ગામના ઉપસરપંચ અરજણભાઈ પણ સાથે હતા, ત્યારે સેવાભાવી કાર્યકરોને એક અનોખો અનુભવ થયો. આ તમામ સેવાભાવી કર્મીઓ ગામની બહાર આવેલા એક ઝુંપડા પાસે ગયા અને ત્યાં ખાટલા પર ફાટેલું ગોદળું પાથરી બેઠેલા અત્યંત ગરીબ માજી બેઠા હતા. સેવાકર્મીઓએ આ વૃદ્ધાને કીટ આપી. પરંતુ આ વૃદ્ધાએ સેવાકર્મીઓને બે હાથ જોડી કીટ લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે મને કુદરતે ઘણું આપ્યું છે, જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી મહેનત મજુરી કરી રોટલો ખાઇશ. મારે આ કીટની જરૂર નથી જેમને જરૂર હોઈ તેમને આપી દેજો. શરીર પર કરચલી પડેલા આ વૃદ્ધા ના શબ્દો સેવાકર્મીઓને સ્પર્શી ગયા હતા અને આ વૃદ્ધાની ખાનદાની જોઇને સેવાકર્મીઓને પણ આંખમાં પાણી આવી ગયા. પરંતુ જર્જરિત ઝુંપડામાં રહેતા વૃદ્ધાને સેવાકર્મીઓએ મહામહેનતે સમજાવી કીટ આપી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, COVID 19 patients, COVID-19

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन