સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતી મંદિર બનશે, PM મોદી 20 ઓગસ્ટે કરશે શિલાન્યાસ

સોમનાથ મંદિરની તસવીર

Somnath Temple in Shravan: સોમનાથમાં શ્રીપાર્વતી મંદિર અંદાજે રુ. 30 કરોડના ખર્ચે તૈયાર કરાશે. જે સોમપુરા સલાટ શૈલીથી બનાવાશે.

 • Share this:
  સોમનાથ: કેન્દ્રીય પ્રવાસન વિભાગ (Central Tourism Department) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર (PM Narendra Modi) મોદી પવિત્ર શ્રાવણ માસની (Shravan)  20 ઓગસ્ટે સોમનાથની (Somnath Temple) આદ્યા શક્તિ દેવી પાર્વતી મંદિરનો (Somnath Parvati Temple) વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે. આ સાથે જ વડાપ્રધાન સોમનાથ મંદિર પરિસરની ચારે બાજુ બનાવવામાં આવેલા પરિપથનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઈન પ્લેટફોર્મ પર સોમનાથ એક પર્યટન સોમનાથ એક્ઝિબિશન સેન્ટર, નવીનીકરણ કરેલા જૂના સોમનાથ મંદિરના (Old Somnath Temple) વિસ્તારનુ લોકાર્પણ કરશે અને રાષ્ટ્રને સર્મિપત કરશે.

  આ કામોનું લોકાર્પણ-શિલાન્‍યાસ થશે

  જગવિખ્‍યાત સોમનાથ મંદિર યાત્રીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહે એ હેતુસર કરોડોના ખર્ચે વિકાસકામો કેન્‍દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં સોમનાથ મંદિર સમીપે સમુદ્રકિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ તથા જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા (અહિલ્યાબાઇ મંદિર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા) પરિસરનાં વિકાસકામનું લોકાર્પણ કરવાનું તેમજ આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થનારા પાર્વતી મંદિરનું સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્‍યુઅલ લોકાર્પણ-શિલાન્‍યાસ વિધિ થશે.

  આ પણ વાંચો - Live Darshan Video: શ્રાવણ માસમાં ઘરે બેઠા જ કરો સોમનાથ દાદાના દર્શન

  શ્રીપાર્વતી મંદિર અંદાજે રુ. 30 કરોડના ખર્ચે તૈયાર કરાશે

  શ્રીપાર્વતી મંદિર અંદાજે રુ. 30 કરોડના ખર્ચે તૈયાર કરાશે. જે સોમપુરા સલાટ શૈલીથી બનાવાશે. 380 સ્કવેર મીટરનો ગર્ભ ગૃહ અને 1250 સ્ક્વેર મીટરનો નૃત્ય મંડપ પણ બનાવાશે. ઉદ્ઘાટન અને શિલાન્યાસના આ કાર્યક્રમ સમયે કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રવાસનપ્રધાન, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

  રોજગારી સર્જાશે

  કેન્દ્ર સરકારની પ્રસાદ (પિલગ્રીમ રિજુવેનેશન એન્ડ સ્પિરીચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ) યોજના હેઠળ આ માટે તમામ નાણાકીય મદદ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ યોજનાનુ લોકાર્પણ વર્ષ 2014-15માં વડાપ્રધાને જ કર્યું હતુ. યાત્રાધામ અને હેરિટેઝ પ્રવાસન સ્થળો વચ્ચે સુમેળ સાધવાના હેતુથી આ યોજનાને અમલમાં મુકાયેલી છે. જેના લીધે રોજગારી સર્જાશે અને અર્થતંત્રને લાભ પણ થશે. પ્રવાસન સ્થળો પર વિશ્વસ્તરીય સુવિધા આપવાનો મુખ્ય હેતુ છે. જૂના સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર રુ. 3.5 કરોડના ખર્ચે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયો છે. આ મંદિરને ઈંદોરના રાણી અહલ્યાબાઈએ બનાવ્યું હતુ. સ્થાનિક લોકો આ મંદિરને અહલ્યા મંદિર પણ કહે છે.

  વોક વે


  આ પણ વાંચો - વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની સવારી આવી: આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે મૂશળધાર

  રૂ.45 કરોડના ખર્ચે બન્યો વોક વે

  સોમનાથ મંદિર પાસેના દરિયાકિનારે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત રૂ.45 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ મુંબઈના મરીન ડ્રાઇવ જેવો સવા કિ.મી. લાંબો વોક-વે તૈયાર થઇ ગયો છે. સવા કિ.મી. લાંબો વોક-વે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધાર સુધી બનાવવામાં આવ્યો છે. જેમાં બે એન્ટ્રી ગેટ રહેશે. સોમનાથ આવતા દેશ- વિદેશના યાત્રિકોને વોક-વે પરથી એક તરફ સોમનાથ મહાદેવનું મંદિર અને બીજી તરફ ઘૂઘવતા સમુદ્રનો નજારો માણવા મળશે.

  વોક વે પર ચિત્ર ગેલેરી બનાવાઇ

  વોક-વે પથ પર લોકો સાઇલિંગની મજા પણ માણી શકશે. વોક-વેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી ચિત્ર ગેલરી બનાવવામાં આવી છે. એમાં વોક-વે પર ભારતની સંસ્કૃતિને લગતી ચિત્ર ગેલરી નિહાળી શકાશે. આ ચિત્ર ગેલરી રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદ્રશ કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે તેમજ મ્યુઝિક અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે, જેથી રાત્રિના સમયે વોક-વેનો સુંદર નજારો માણવાનો લહાવો પણ મળશે.
  Published by:Kaushal Pancholi
  First published: