Home /News /gujarat /

કચ્છના મુંદ્રામાં શાકભાજી-ફળફળાદી માર્કેટ યાર્ડનો પ્રારંભ

કચ્છના મુંદ્રામાં શાકભાજી-ફળફળાદી માર્કેટ યાર્ડનો પ્રારંભ

  અમદાવાદ: એક સમયે સુકા ગણાતા કચ્છમાં હવે નર્મદાના નીર આવતા પરિસ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. કચ્છના મંન્દ્રામાં રાજયમંત્રી વાસણભાઈ આહિરે મુંદરા-એપીએમસીમાં શાકભાજી-ફળફળાદી માર્કેટ યાર્ડનો શ્રીફળ વધેરી શુભારંભ કરાવ્યો હતો.

  એપીએમસી મુંદરા ખાતે રવિવારે સાંજે યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, રાજય સરકારે કૃષિ-બાગાયત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. મુંદરા હવે કચ્છનું આર્થિક હબ બની રહયું છે. કચ્છને નર્મદાના નીર સમયાંતરે ઝડપથી મળવાથી કચ્છ કૃષિ અને બાગાયત ક્ષેત્રે સવાયું બની આગળ વધવાનું છે, ત્યારે મુંદરા પણ કયાંય પાછળ ન રહે એ રીતનું આગામી દિવસોમાં આયોજન ઘડાઇ રહ્યું છે.

  તેમણે વધુમાં કહયું હતું કે, રાજય સરકાર દ્વારા નર્મદાના નીરને મોડકૂબા સુધી લાવવાના કામને ગતિ પ્રદાન કરાઇ રહી છે. કચ્છ ખેતી-બાગાયત ક્ષેત્રે ખૂબ આગળ વધે તે માટે ડ્રીપ અને ફૂવારા પધ્ધતિ અપનાવે તે જરૂરી છે.

  કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યુ કે, સોઇલ હેલ્થ ચકાસણી, કૃષિ સેમિનાર સહિતના સરકારના પ્રયાસોથી તેમજ ટપક અને ફૂવારા સિંચાઇ કરાતાં કચ્છમાં કૃષિ-બાગાયત ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે અને કચ્છ હવે કેસર કેરી, દાડમ, ખારેક મોટા પ્રમાણમાં નિકાસ કરવા અગ્રેસર થશે.

  કાર્યક્રમના પ્રારંભે મુંદરા એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, પદાધિકારીઓનાં પ્રયાસોથી નાબાર્ડમાંથી ૯ કરોડની સબસીડી લઇ આવી ૭.૫ કરોડના કામો કર્યાં બાદ વ્યાજ સહિત હજી રૂ. ર.રપ કરોડની રકમ શેડ બનાવવા ઉપલબ્ધ હોવાનું જણાવી એક વર્ષમાં કન્ટેનર ભરીને એક્ષપોર્ટ કરતાં હોઇશું. આગામી ૨૦મી એપ્રિલથી માર્કેટ યાર્ડમાં હરાજી થશે.

   
  First published:

  Tags: Fruit, Mundra, Vasan aahir, Vegetable market

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन