રાજકોટ : તંત્રએ ઓનલાઇન બેડ વેબ પોર્ટલ શરૂ કર્યું નથી, યુવાઓએ ટ્વિટરમાં છેડ્યો જંગ

રાજકોટ : તંત્રએ ઓનલાઇન બેડ વેબ પોર્ટલ શરૂ કર્યું નથી, યુવાઓએ ટ્વિટરમાં છેડ્યો જંગ
રાજકોટ : તંત્રએ ઓનલાઇન બેડ વેબ પોર્ટલ શરૂ કર્યું નથી, યુવાઓએ ટ્વિટરમાં છેડ્યો જંગ

આ જ પ્રકારનું ઓનલાઇન પોર્ટલ ગુજરાતના અનેક શહેરોમાં શરૂ છે. લોકો આ પોર્ટલનો લાભ પણ લઈ રહ્યા છે. ત્યારે રાજકોટવાસીઓએ #RajkotNeedsBedPortal હેશ ટેગ અભિયાન છેડયું છે

  • Share this:
રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર દેશને સરકાર દ્વારા ડિજિટલ કરવાની વાતો છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના મહામારીની વચ્ચે વહીવટી તંત્ર સતત વામણું સાબિત થઇ રહ્યું છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે ભરતી કરવા હોય તો કેટલા ઓક્સિજન બેડ ખાલી છે, કેટલા ઓક્સિજન વગરના બેડ ખાલી છે, કેટલા વેન્ટિલેટર ખાલી છે, કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. તે સહિતની બાબતો દર્શાવતું ઓનલાઇન પોર્ટલ હજુ સુધી બન્યું નથી.

જ્યારે આ જ પ્રકારનું ઓનલાઇન પોર્ટલ ગુજરાતના અનેક શહેરોમાં શરૂ છે. લોકો આ પોર્ટલનો લાભ પણ લઈ રહ્યા છે. ત્યારે રાજકોટવાસીઓએ #RajkotNeedsBedPortal હેશ ટેગ અભિયાન છેડયું છે. યુવા ટ્વિટરના માધ્યમથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજકોટ શહેરના કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ, પોલીસ કમિશનર રાજકોટ મનોજ અગ્રવાલ તેમજ વડોદરાના પોલીસ કમિશનર સમશેરસિંહને પણ લોકો ટેગ કરી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા વેબ પોર્ટલ બનાવવામાં નથી આવ્યું.આ પણ વાંચો - પોરબંદર : ધારાસભ્યના ડોક્ટર પુત્રએ 1 રૂપિયાના ટોકન દરે હોસ્પિટલમાં સેવા આપવા તૈયારી દર્શાવી

યુવાઓ સતત પોતાના ટ્વિટમાં એક જ વાત જણાવી રહ્યા છે કે રાજકોટ શહેરના લોકો ક્યાં સુધી કતારમાં રાહ જોશે? શું લોકોએ તેમના છેલ્લા શ્વાસ સુધી કતારમાં રાહ જોવી પડશે? લોકો પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર લખી રહ્યા છે કે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ધારાસભ્ય બન્યા છે. તે રાજકોટના લોકો હોસ્પિટલ બેડની વિગત ઓનલાઇન મળી રહે તે માટે સોશિયલ મીડિયામાં માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ચાર જેટલા નંબર જાહેર પણ કરવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:May 04, 2021, 22:35 pm

ટૉપ ન્યૂઝ