Home /News /gujarat /

સૌરાષ્ટ્રમાં પાણીનો કકળાટ નહીં થાય, ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણી

સૌરાષ્ટ્રમાં પાણીનો કકળાટ નહીં થાય, ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણી

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. જેમાં શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ, હિરણ-1 અને હિરણ-2. આ પાંચેય ડેમોમાં પૂરતા પ્રમાણમાં હાલ પાણી ભરાયેલું છે

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. જેમાં શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ, હિરણ-1 અને હિરણ-2. આ પાંચેય ડેમોમાં પૂરતા પ્રમાણમાં હાલ પાણી ભરાયેલું છે. રવીપાક માટે જિલ્લાનાં ખેડૂતોને કેનાલો મારફત 5 થી લઈને 8 પાણી આપવામાં આવ્યા છે તો ઉનાળુ સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે. આમ છતાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં બચશે.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: સૌરાષ્ટ્ર (Saurastra News)માં ગત ચોમાસુ ખૂબ સારું રહ્યું હતું. આથી સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ (Saurashtra Irrigation Department) હસ્તકના 140 ડેમો 100 ટકા સુધી ભરાઈ ગયા હતા. આ સમયે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાનાં તમામ ડેમોની સ્થિતિ ખૂબ સારી છે. રવિ પાક માટે પાણી અપાયું છે. તો ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને પાણી આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. જેમાં શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ, હિરણ-1 અને હિરણ-2. આ પાંચેય ડેમોમાં પૂરતા પ્રમાણમાં હાલ પાણી ભરાયેલું છે. રવીપાક માટે જિલ્લાનાં ખેડૂતોને કેનાલો મારફત 5 થી લઈને 8 પાણી આપવામાં આવ્યા છે તો ઉનાળુ સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે. આમ છતાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં બચશે.

    ગીરનાં ડેમોનો પાણીની વર્તમાન સ્થિતિ જોઈએ તો હિરણ-1 માં 850 એમસીએફટી પાણી છે, હિરણ-2 માં 750 એમસીએફટી છે, શીંગોડામાં 700 એમસીએફટી છે. રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં પણ આશરે 900 એમસીએફટી પાણીનો જીવંત જથ્થો સંગ્રહાયેલો છે. અને ગીરમાં આવેલા ડેમના કમાન્ડ વિસ્તારમાં બંને પાણી પૂરતા પ્રમાણમાં કેનાલ મારફતે ખેડૂતોને મળી રહેશે. આ સાથે પીવાનું પાણી પણ ઉના, દીવ, કોડીનાર,વેરાવળ અને તાલાળા શહેરને વ્યવસ્થિત મળી રહે તેટલો પાણીનો જથ્થો ગીરનાં ડેમોમાં સચવાયેલો છે. તો વન્ય પ્રાણીઓ માટે 100 એમસીએફટી પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે. આમ ગીરનાં ડેમોમાં 50 થી 80 ટકા જેટલું પાણી આકરો ઉનાળો હોવા છતાં હજુ સચવાયેલું છે. સૌરાષ્ટ્રનાં અન્ય ભાગોમાં ઉનાળા દરમિયાન કદાચ પાણીની તંગી અનુભવાય. પરંતુ ગીર સોમનાથ જિલ્લા માં ક્યાંયે ઉનાળાનાં 4 મહિના દરમિયાન પાણીની તંગી અનુભવાશે નહીં.

    આ પણ વાંચો- શાળા સંચાલકોને ચેતવણી, RTE હેઠળ પ્રવેશ માટે આનાકાની કરનાર શાળાની માન્યતા રદ થશે

    ડેમોની સ્થિતિ મામલે સોમનાથના કાર્યપાલક ઈજનેર એ.પી.કલસરિયાએ જણાવ્યું કે, ગીર વર્તમાન સમયમાં ગીરનાં ડેમોની સ્થિતિ ખુબજ સારી છે. જેને લઈ ખેડૂતો અને ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર જંગલમાં જે વરસાદ પડે છે તે તમામ પાણી આ પાંચ ડેમોમાં ઠલવાય છે. વરસાદ બંધ થયા બાદ પણ ગીરનાં ડુંગરાઓ દુઝે છે. પાણીની અવિરત સરવાણી વહેતી રહે છે. સૌરાષ્ટ્રનો આ પ્રદેશ અદભુત ભૌગોલિક સ્થિતિ ધરાવતો હોય પાણીના ભંડાર ભરપૂર રહે છે. ગીર નાં ડેમોમાંથી રવીપાક અને ઉનાળુ પાક દરમિયાન હજારો હેકટર ખેતીની જમીન માટે કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે. તો જિલ્લાનાં મુખ્ય શહેરોને તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપ લાઇન મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. સિંચાઈ માટે, પીવા માટે કે ઉદ્યોગો માટે ગીર વિસ્તારમાં આગામી ચોમાસા સુધી પાણીનું ઉજળું ચિત્ર જોવા મળી રહ્યું છે. જો ચોમાસું ખેંચાય તો પણ ઓગષ્ટ માસ સુધી ચાલે તેટલું પાણી ગીરનાં તમામ ડેમોમાં છે. એક હિરણ-2 ડેમમાં સામાન્ય ઘટ આવે તે પણ ઓગષ્ટ માસ પછી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gir Somnath news, Gujarati news, Saurashtra, Saurashtra news

    આગામી સમાચાર