Home /News /gujarat /

Gujarat Election 2022: અબડાસા વિધાનસભા બેઠક પર બીજી વખત નથી ચૂંટાતો કોઇ ઉમેદવાર, પક્ષપલટો બદલે છે રાજકીય સમીકરણો

Gujarat Election 2022: અબડાસા વિધાનસભા બેઠક પર બીજી વખત નથી ચૂંટાતો કોઇ ઉમેદવાર, પક્ષપલટો બદલે છે રાજકીય સમીકરણો

અબડાસા વિધાનસભા બેઠકના મતદારો સાથે જાણે છેલ્લા 10થી વધુ વર્ષોથી દગો થઈ રહ્યો હોય એવી સ્થિતિ છે. મૂળભૂત પક્ષ પર ચૂંટાઈને આવ્યા બાદ ધારાસભ્ય રાજીનામું આપી દેતાં પેટા ચૂંટણીઓ યોજાતી આવી છે. જેથી 2012, 2014, 2017 અને 2020માં ચૂંટણીઓ યોજાઇ ચૂકી છે.

અબડાસા વિધાનસભા બેઠકના મતદારો સાથે જાણે છેલ્લા 10થી વધુ વર્ષોથી દગો થઈ રહ્યો હોય એવી સ્થિતિ છે. મૂળભૂત પક્ષ પર ચૂંટાઈને આવ્યા બાદ ધારાસભ્ય રાજીનામું આપી દેતાં પેટા ચૂંટણીઓ યોજાતી આવી છે. જેથી 2012, 2014, 2017 અને 2020માં ચૂંટણીઓ યોજાઇ ચૂકી છે.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election) આગામી ચૂંટણીને લઇને ગતિવિધિઓ તેજ બની રહી છે. દરેક પક્ષ વધુમાં વધુ સીટો મેળવવાની લ્હાયમાં તૈયારીઓ કરી રહ્યો છે. તેમાં ગુજરાત વિધાનસભાની 182 સીટ પૈકી કચ્છ જીલ્લાની અબડાસા સીટ (Abdasa Assembly Seat) સૌથી પહેલા નંબરની સીટ છે. જેની અંતર્ગત લખપત તાલુકા, નખત્રાણા તાલુકા અને અબડાસા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક અંગે રસપ્રદ તથ્ય તે છે કે બેઠક પર જે ઉમેદવાર એકવાર ચૂંટાય છે, તે બીજીવાર ચૂંટાતો (Abdasa - No Repeat Theory) જ નથી. બીજી તરફ અબડાસાને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, કારણ કે આ સીટ પર અત્યાર સુધીમાં સૌથી વધુ વખત કોંગ્રેસનું શાસન (Congress Ruled seat) રહ્યું છે.

  કોંગ્રેસનો ગઢ ગણાતી અબડાસા સીટ

  વર્ષ 1962થી વર્ષ 2020 સુધીમાં અબડાસા વિધાનસભા સીટ પર 14 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં સૌથી વધુ 10 વખત કોંગ્રેસે જીતની બાજી મારી છે, જ્યારે ભાજપ માત્ર 4 વખત આ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. હાલ આ બેઠક પર પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય છે.

  2022માં પ્રદ્યુમન સિંહે છોડી હતી કોંગ્રેસ

  ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ મતક્ષેત્રના વિકાસનું બહાનું ધરીને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કચ્છની અબડાસા બેઠક ખાલી થઇ હતી. તેમણે વર્ષ 2020માં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે, બાદમાં સીટ ખાલી થતા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમણે ભાજપનો કેસરિયો ધારણ કરીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.

  જોકે 2014માં પેટાચૂંટણીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને હરાવ્યા હતા. 2017માં પણ ભાજપે છબીલ પટેલને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી હતી. આ એવી બેઠક છે કે જેમાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યો નિમાબેન આચાર્ય, છબીલ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલટો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા.

  ઉલ્લેખનીય છે કે, અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ તેઓ ભારે ચર્ચામાં આવ્યા હતા. જે બાદ અબડાસાના રાજકીય વાતાવરણમાં ભૂકંપ આવ્યો હતો.

  અબડાસા બેઠક પર કેવું છે જ્ઞાતિનું સમીકરણ?

  અબડાસા વિધાનસભા બેઠકના મતદારો સાથે છેલ્લા 10થી વધુ વર્ષોથી દગો થઈ રહ્યો છે. મૂળભૂત પક્ષ પર ચૂંટાઈને આવ્યા બાદ ધારાસભ્ય રાજીનામું આપી દેતાં પેટા ચૂંટણીઓ યોજાતી આવી છે. જેથી 2012, 2014, 2017 અને 2020માં ચૂંટણીઓ યોજાઇ ચૂકી છે.

  ત્યારે બેઠકની વિશેષતા એ છે કે અહીં જ્ઞાતિઓના સમીકરણના જોરે ચૂંટણી થતી આવી છે. આ પરંપરાગત બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે, કેમકે આ બેઠક પર પણ 45 ટકા લઘુમતી મતદારો છે. અબડાસા બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજે 2.34 લાખની આસપાસ છે. આ બેઠક પર મુસ્લિમ, દલિત, ક્ષત્રિય, પટેલ, રબારી, કોળી અને ભાનુશાળી સમાજના મતદાતાઓ સૌથી વધુ છે.

  તેથી ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ બેઠક મહત્વની સાબિત થઇ શકે છે. નો રીપીટની થીઅરી અપનાવતી આ બેઠક પર આગામી વિધાનસભા ચૂંટણીમાં કેવા રંગ જોવા મળશે તે જોવું ખૂબ રસપ્રદ બની રહેશે. હાલ ભાજપ પાટીદારોને પોતાની તરફ આકર્ષવા તમામ સક્રિય પ્રયાસોમાં લાગી ચૂકી છે.

  તો બીજી તરફ કોંગ્રેસના આંતરિક વિખવાદો સામે આવી રહ્યા છે. જેને જોતા કહી શકાય કે બંને પક્ષો માટે અબડાસા બેઠકના જ્ઞાતિના સમીકરણો ઉકેલવા થોડા અઘરા સાબિત થઇ શકે છે. પરંતુ આ બેઠક પર લઘુમતી મતદારો તમામ રાજકિય પાસા પલટી શકે છે.

  કારણે કે આ વખતે રાજ્યમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી ચૂકી છે. જેના કારણે લઘુમતી મતદારો વહેંચાઇ શકે છે.

  નિષ્ણાંતો હાલ આગાહી કરી રહ્યા છે કે ઔવેસીની પાર્ટીને કારણે સીધો ફાયદો ભાજપને થશે. જ્યારે આમ આદમી પાર્ટી ભાજપના શહેરી મતદારો પર કાપ મુકી શકે છે. જો કે તમામ રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે કે સત્તા તો ભાજપ પાસે જળવાઈ રહેશે. પરંતુ બેઠકમાં ઉલટ ફેર ચોક્કસ થઈ શકે છે.

  અબડાસા બેઠક પરના વિવાદો

  સૌપ્રથમ આ બેઠકમાં અવારનવાર નેતાઓ પક્ષ પલટો કરતા પેટા ચૂંટણીની નોબત આવે છે, જેનાથી મતદાતાઓ પણ પરેશાન છે. જ્યારે નેતાઓ પણ વિવાદોના કારનામામાં પાછળ નથી. આ બેઠક પર અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ પૂર્વ ભાજપ MLA અને સ્વ. જયંતિ ભાનુશાળીની ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવાતા રાજકારણમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઇ હતી.

  આ કેસમાં વળાંક ત્યારે સામે આવ્યો, જ્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલભાઇ પટેલનું નામ પ્રકાશ આવ્યું. આ ઘટનાથી અબડાસા બેઠક રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની રહી હતી. આપને જણાવી દઇએ કે, અબડાસા વિધાનસભા બેઠક પર 2017માં ભાજપ દ્વારા છબીલ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, તેઓ કોંગ્રેસ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા સામે હારી ગયા હતા.

  બેઠક પર નેતાઓનો પક્ષપલટો

  ચૂંટણીઓ નજીક આવતા જ નેતાઓમાં પણ પક્ષપલટાનો દોર આપમેળે શરૂ થઇ જાય છે. સૌપ્રથમ કોંગ્રેસનાં નિમાબેન આચાર્ય પક્ષપલટો કરીને ભાજપમાં ગયા હતા અને નરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા હતા.

  આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના વિજય બાદ લોકસભા ચુંટણી પૂર્વે ધારાસભ્ય છબીલ પટેલ ભાજપમાં જોડાતા વર્ષ 2014માં પેટાચુંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સામે જ ભાજપમાંથી લડેલા છબીલ પટેલ 764 મતથી ચુંટણી હારી ગયા હતા.

  આ ઉપરાંત 2020માં કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી હતી. જેમાં તેમણે જીત મેળવી હતી.

  2022માં શું છે અબડાસા સીટનું મહત્વ

  અબડાસાની વિધાનસભા સીટ શરૂઆતથી જ કોંગ્રેસનું શાસન ધરાવતી બેઠક રહી છે. જોકે, હવે કોંગ્રેસના ગઢને તોડી હાલ ભાજપ આ બેઠક પર શાસન કરી રહ્યું છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ નંબરની આ બેઠક મહત્વની છે, કારણે આ વખતે બે નવી પાર્ટીઓ આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

  આ સ્થિતિમાં જો અબડાસાની વોટબેંક પર નજર કરીએ તો આ બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા સૌથી વધુ છે. બે નવી પાર્ટીના આગમનથી આ બેઠકના મુસ્લિમ અને પાટીદાર મતદારો વિભાજીત થઇને નવા સમીકરણો રચી શકે છે.  ચૂંટણી વર્ષપાર્ટીનું નામચૂંટાયેલ નેતા
  1962સ્વતંત્ર પાર્ટીમાધવસિંહજી મોકાજી જાડેજા
  1967ઇન્ડિયન નેશનલ કોંગ્રેસપી. બી. ઠાકર
  1972ઇન્ડિયન નેશનલ કોંગ્રેસખામજી નાગજી
  1975ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમહેશકુમાર હરજીવન ઠાકર
  1980ઇન્ડિયન નેશનલ કોંગ્રેસખરાશંકર વિઠ્ઠલદાસ જોશી
  1985ઇન્ડિયન નેશનલ કોંગ્રેસકનુભા મધુભા જાડેજા
  1990ભારતીય જનતા પાર્ટીતારાચંદ છેડા
  1995ઇન્ડિયન નેશનલ કોંગ્રેસડો. નીમાબેન બી.
  1998ઇન્ડિયન નેશનલ કોંગ્રેસઇબ્રાહિમ મંધારા
  2002ભારતીય જનતા પાર્ટીનરેન્દ્રસિંહ જાડેજા
  2007ભારતીય જનતા પાર્ટીજયંતિલાલ ભાનુશાલી
  2012ઇન્ડિયન નેશનલ કોંગ્રેસછબિલ પટેલ
  2014ઇન્ડિયન નેશનલ કોંગ્રેસશક્તિસિંહ ગોહિલ
  2017ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  2020ભારતીય જનતા પાર્ટીપ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Abdasa, Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन