વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની પસંદગી

  • Share this:
    ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે અંજારના ધારાસભ્ય નીમા બેન આર્ચાર્યની પસંદગી કરવામાં આવી છે. નીમા બેન સૌ પ્રથમ વાર 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ તેમને 1998ની વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેમને ફરીથી કમબેક કરતાં 2002ની વિધાનસભાની ચૂંટણીમાં સારી એવી લીડથી જીત મેળવી હતી. ત્યાર બાદ તેઓ 2007 અને 2012માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

    નીમા બેન અધ્યશ્રની પેનલમાં પણ કામગીરી કરી ચૂક્યાં છે. તે ઉપરાંત તેઓ સંસદીય કાર્ય પ્રણાલીનો પણ બહોળો અનુભવ ધરાવે છે, તેવામાં સીનિયર ધારાસભ્ય હોવાના કારણે તેમની પ્રો ટર્મ તરીકે વરણી કરવામાં આવી છે. હવે રાજ્યપાલ ઓ.પી કોહલી દ્વારા 23 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે પ્રો ટર્મ સ્પીકર તરીકે શપથ લેવડાવવામાં આવશે. ત્યાર બાદ ચૂંટાયેલા ધારાસભ્યો શપથવિધિ બપોરે 12 વાગે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાશે.
    Published by:Mujahid Tunvar
    First published: