સંતોની જાહેરાત : મોરારિબાપુ-નીલકંઠવર્ણી વિવાદનું સુખદ સમાધાન

News18 Gujarati
Updated: September 10, 2019, 9:32 PM IST
સંતોની જાહેરાત : મોરારિબાપુ-નીલકંઠવર્ણી વિવાદનું સુખદ સમાધાન
સંતોએ કહ્યું હતું કે સનાતન ધર્મ એક છે અને આજે ગેરસમજ દૂર કરવામા આવી છે.

જૂનાગઢમાં (Junagadh) સનાતન ધર્મના સંમેલનમાં સ્વામીનારાયણના સંતો અને ગિરનારી સંતોની હાજરીમાં સમાધાન

  • Share this:
અંકિત પોપટ, જૂનાગઢ : મોરારિબાપુ(MorariBapu) અને સ્વામીનારાયણ  (swmi Narayan)સંપ્રદાય વચ્ચે વકરેલા વિવાદનો મોરારિબાપુ-સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે છેડાયેલા નિલકંઠવર્ણી (Nilkanthvarni) વિવાદનો અંત આવ્યો છે. જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર જવાહર રોડના કોઠારી સ્વામીના નેજા હેઠળ સનાતન ધર્મની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. સનાતન ધર્મ એક છે અને એક રહેશે. સાધુઓએ કહ્યું કે આપણે સૌ હિંદુઓના દીકરા છે સાથે હતા અને સાથે રહીશું.

અગાઉ જૂનાગઢના ઇન્દ્રભારતી  (Rudreshwar Jagir Bharti Ashram) બાપુએ જણાવ્યું હતું કે ' સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે. સ્વામીનારાયણ સંપ્રદાયના ઉચ્ચ સાધુઓ સાથે વાત થઈ છે. સાધુઓ સહમત થયા છે કે મોરારિબાપુ માફી નહીં માંગે. સામે પક્ષે સનાતન ધર્મ વિશે કોઈ પણ જાતની ટિપ્પણી નહીં કરે. એકાદ કલાકમાં સુખદ સમાધાન થવા જઈ રહ્યુ છે. '

મોરારિબાપુ અને સ્વામીનારાયણના સંતો જરૂર જણાય તો બેઠક કરશે

ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહિલની મધ્યસ્થતાથી સ્વામીનારાયણના સંતો સાથે સમાધાન થયું છે. જરૂર જણાશે તો મોરારિબાપુ અને સ્વામીનારાયણના સંતો બેઠક કરશે પરંતુ હવે પછી સ્વામીનારાયણના સંતો મીડિયામાં રામ-કૃષ્ણ કે માતાજી વિશે કોઈ ટિપ્પણી નહીં કરે. અમે સૌ એક જ સનાતન ધર્મના વાહકો છીએ આજે સૌએ ગિરનારની સાક્ષીએ સોગંધ લીધા છે કે કોઈ વિવાદિત બોલ નહીં બોલે.

આ પણ વાંચો : મોરારિબાપુ બાપ જેવા વહાલા, તેમના વિશે કોઈ જરા પણ બોલે તે ગમતી વાત નથી : કિર્તીદાન

શું છે વિવાદ?જાણીતા રામ કથાકાર મોરારીબાપુએ પેરિસની એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.

આ પણ વાંચો :  CM રૂપાણીની મોટી જાહેરાત, મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડી, 16 સપ્ટેમ્બરથી અમલBAPSની શાંતિની અપીલ
નીલકંઠવર્ણી વિવાદને લઈ બીએપીએસ સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. બીએપીએસ સંસ્થા દ્વારા લોકોને શાંતી જાળવવાની અપીલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બીએસપીએસ સંસ્થા દ્વારા લોકોને શાંતી જાળવવાની અપીલ કરવામાં આવી છે. બીએપીએસ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક લોકોએ વૈમનસ્ય ભૂલી વિવાદોથી દૂર રહેવું જોઈએ. હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે. આપણે ધર્મ પર નિવેદનો કરવાને બદલે તેનો આદર કરવો જોઈએ. અને સનાતન ધર્મની સેવામાં જોડાવું જોઈએ.

 
First published: September 10, 2019, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading