ખેલ મહાકુંભમાં પહેલી વાર કરાટે,ઘોડેસવારી,રોલબોલ રમતનો સમાવેશ

News18 Gujarati
Updated: July 31, 2019, 8:11 PM IST
ખેલ મહાકુંભમાં પહેલી વાર કરાટે,ઘોડેસવારી,રોલબોલ રમતનો સમાવેશ
પ્રતિકાત્મક તસવીર

ખેલમહાકુંભમાં યુવાનો,મહિલાઓ,વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લઇ શકશે.

  • Share this:
જૂનાગઢ: રમતગમત ક્ષેત્રે યુવાનોમાં રહેલી પ્રતિભાને એક મંચ મળે , યુવાનો,મહિલાઓ,વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લઇ રમતગમત થકી આંતરિક અને શારીરિક વિકાસ થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન વર્ષ ૨૦૧૦થી થાય છે.

ખેલમહાકુંભમાં યુવાનો,મહિલાઓ,વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લઇ શકશે. જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦૦૦ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ૧૫૫૦૦, તથા જૂનાગઢ શહેરમાં ૯૫૦૦ રજીસ્ટ્રેશન નોંધાયા છે.

ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ કુલ ૨૨ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કક્ષાએ હોકી,આર્ચરી,કુસ્તી ,ચેસ,રસ્સાખેંચ ,કબડ્ડી સહિતની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે રાજય કક્ષાએ કુલ ૩૬ રમતોમાં ભાગ લઇ શકશે. જેમાં આ વખત રાજય કક્ષાએ કુલ ૪ નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કરાટે,ઘોડેસવારી,રોલબોલ,બ્રીજનો સમાવેશ પ્રથમ વાર કરવામાં આવ્યો છે.

ખેલમહાકુંભ માટે રજીસ્ટ્રેશન તા.૧૫ જુલાઈથી શરૂ થઈ ચૂકયું છે. જે આગામી તા૧૫/૮/૨૦૧૯ સુધી થઈ શકશે. રજીસ્ટ્રેશન વેબસાઈટ www.Khelmahakumbh.org, એન્ડ્રોઈડ અને આઈઓએસ મોબાઈલ એપ Khelmahakumbh-2019 પર , ગ્રામ્ય કક્ષાએ જે તે શાળામાં,જિલ્લા કક્ષાએ જિલ્લા રમતગમત કચેરી, તથા સીધા રાજય કક્ષાએ જિલ્લા રમતગમત કચેરી પરથી કરી શકાશે.

ખેલમહાકુંભ ૨૦૧૯ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષાએ સંભવિત તા.૨૮/૮/૨૦૧૯ થી તા.૩૧/૮/૨૦૧૯,તાલુકા કક્ષાએ સંભવિત તા.૧/૯/૨૦૧૯ થી તા. ૮/૯/૨૦૧૯ જયારે જિલ્લા કક્ષાએ તા.૯/૯/૨૦૧૯ થી તા. ૨૦/૯/૨૦૧૯ સુધી અને રાજય કક્ષાએ સંભવિત ઓકટોબર-નવેમ્બર ૨૦૧૯માં યોજાશે.
First published: July 31, 2019, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading