દ્વારકા: દર વર્ષે IPL મેચ યોજાય એટેલે નિતા અંબાણી દ્વારકાધીશના શરણે આવે છે. ત્યારે ફરી નિતા અંબાણી દ્વારકાધીના શરણે પહોંચ્યા હતા. અને ભગવાન કાળીયા ઠાકોરના દર્શનનો લ્હાવો લીધો હતો
મુકેશ અંબાણીના ધર્મ પત્ની નીતા અંબાણીએ રવિવારે ભગવાન દ્વારકાધીશનમાં ચરણોમાં શીશ ઝુકાવ્યું. IPL અંતર્ગત મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલા દરમિયાન તેઓએ દ્વારકાના જગત મંદિરમાં આવી પૂજા અર્ચના કરી હતી. આપને જણાવી દઈયે કે નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક છે અને દર વર્ષે IPL દરમિયાન તેઓ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના વિજય માટે દ્વારકાધીશના ચરણોમાં માથુ નમાવે છે અને ધ્વજા રોહણ કરે છે. ત્યારે આ વખતે પણ નિતા અંબાણીએ ધ્વાજા રોહણ કર્યું હતું અને ભગવાનને પ્રાર્થના કરી હેતી.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર