અમરેલીના માલવિયા પીપરીયા ગામે પીપળ વન નિર્માણ થશે, વૃક્ષોની રથયાત્રા નીકળશે

પ્રતિકાત્મક તસવીર

પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા 200 પીપળનું વન નિર્માણ પામશે અને 800થી વધુ વૃક્ષ રોપાશે. વૃક્ષોને વાહનમા મૂકી સમગ્ર ગામમાં તેની રથયાત્રા નીકળશે

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી : ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષોના દીનપ્રતિદીન નીકળી રહેલા નિકંદનની વચ્ચે વૃક્ષારોપણ સમયની માંગ છે. ફક્ત વૃક્ષો વાવવાથી જ નહીં પરંતુ તેના ઉછેરનું અને માવજતની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી અને આગોતરૂ આયોજન કરવું પણ અનિવાર્ય છે. આ પ્રયાસના ભાગરૂપે અમરેલી જિલ્લાના માલવિયા પીપરીયા ગામે કાલે 200 પીપળા રોપવામાં આવશે. સમગ્ર ગામ તેમજ એસઆરડી ક્લબ સુરત અને આદર્શ યુવા ગ્રુપના સહયોગથી ગામમાં આ વૃક્ષારોપણ થશે. મિશન ગો ગ્રીન ગુજરાત અંતર્ગત ગામને હરિયાળું બનાવવાનો પ્રયાસ છે.ક

    પ્રકૃતિ  પૂજાના ભાગરૂપે ગામમાં પીપળ-વન નિર્માણ પામશે. શાસ્ત્રોક્તવિધી નાની દીકરીઓના હસ્તે વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. ગામના તમામ નાગરિકોએ વૃક્ષોના જતનની જવાબદારી લીધી છે, સૌ કોઈ આ અભિયાનમાં જોડાશે.

    ઉલ્લેખનીય છે કે આવતીકાલે રવિવારે ધાનેરા ખાતે પણ એક પીપળ વનનું નિર્માણ કરવામાં આવશે. ધાનેરામાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા 111 પીપળાનું વન નિર્માણ કરાશે અને ગામમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરાશે.

    આ કાર્યક્રમનું સંચાલન  પીપરિયા ગામ ના અગ્રણી ઘનશ્યામભાઈ સાવલિયા, હરેશભાઇ રાખોલિયા, જયસુખભાઈ રાખોલિયા, ભુપતભાઈ ડોબરીયા, રમેશભાઈ જોધાણી, તેમજ આદર્શ યુવા ગ્રુપ (પીપરિયા ) અને SRD CLUB OF SURAT ના મેમ્બરોએ કરશે.

    આ પણ વાંચો :  ધાનેરામાં 111 પીપળાનું વન નિર્માણ પામશે, હરિયાળી ક્રાંતિ લાવવાનો પ્રયાસ

    વૃક્ષોની રથયાત્રા યોજાશે
    આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સામાન્ય કાર્યક્રમો કરતા થોડો જુદો કાર્યક્રમ છે. માલવિયા પીપરીયા ગામમાં વૃક્ષારોપણ પહેલાં વૃક્ષોની રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં એક વાહનમાં વૃક્ષોને મૂકીને સમગ્ર ગામમાં તેની પરિક્રમા કરાશે અને ત્યારબાદ વૃક્ષારોપણ થશે.
    Published by:Jay Mishra
    First published: