Home /News /gujarat /

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલનું કદ વેતરવાનો થઈ રહ્યો છે પ્રયાસ? જાણો શું છે પત્રિકા વિવાદ

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલનું કદ વેતરવાનો થઈ રહ્યો છે પ્રયાસ? જાણો શું છે પત્રિકા વિવાદ

નરેશ પટેલ

Gujarat Politics: આગામી 29મી તારીખના રોજ કે.ડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે લોકાર્પણમાં ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજકોટ: જિલ્લાના (Rajkot) આટકોટ ખાતે કે ડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું (K D Parvadiya multispeciality hospital) આગામી 29મી મેના રોજ લોકાર્પણ (K D Parvadiya multispeciality hospital inauguration) થવા જઈ રહ્યું છે. ત્યારે લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. આ પત્રિકામાં ખોડલધામના પ્રમુખ અને ચેરમેન નરેશ પટેલનું (Naresh Patel name excluded from invitation card) નામ છાપવામાં ન આવતા વિવાદ સર્જાયો છે. જેના કારણે હાલ સોશિયલ મીડિયામાં એક વોર ઊભી થઈ છે. સોશિયલ મીડિયામાં હાલ મેસેજ શરૂ થયા છે કે, લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામની આમંત્રણ પત્રિકામાંથી બાદબાકી કરવામાં આવી છે. આમંત્રિતો દ્વારા માત્રને માત્ર ઊંઝા ઉમિયા ધામ જ આમંત્રણ પત્ર પાઠવીને કડવા અને લેઉવામાંથી એક થયેલા પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનું કામ ભરત બોઘરા તેમજ બાબુભાઈ અસલાલીયા કરી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયામાં પણ આ અંગે ગરમાવો શરૂ થયો છે. સોશિયલ મીડિયામાં વોર જામતા લખવામાં આવી રહ્યુ છે કે, જાગો સમાજ જાગો, કોના કહેવાથી આમંત્રણ પત્રિકામાં નામ લખવામાં નથી આવ્યું? પાટીદાર સમાજના દરેક દીકરા-દીકરીઓ આ કાર્યક્રમનો બહિષ્કાર કરે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

લોકાર્પણનો કાર્યક્રમ કે ભાજપ સમર્થિત પાટીદારોનો મેળાવડો?

આગામી 29મી તારીખના રોજ કે.ડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે લોકાર્પણમાં ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યક્રમમાં હાજર પણ રહેવાના છે. ત્યારે લોકાર્પણના કાર્યક્રમના નામે હજારોની સંખ્યામાં પાટીદારોને એકત્ર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, છેલ્લા કેટલાય સમયથી નરેશ પટેલ સક્રિય રાજકારણમાં જોડાશે કે કેમ તે અંગે ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રની તેમાં પણ રાજકોટ ખાતે મોટી સંખ્યામાં પાટીદારો એકત્રિત કરી નરેશ પટેલ અને તેમની ટીમને આડકતરો મેસેજ પણ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો: આખી રાત કોમ્પ્યુટર પર કામ કરતા રુમનું તાપમાન 70 ડિગ્રી થતા લાગી આગ

"નરેશ" ભૂલાયા પણ અન્ય સમાજો યાદ રહ્યા!

લોકાર્પણના કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં ઊંઝા ઉમિયા ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તેમજ સીદસર ઉમિયાધામના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમની સાથે સાથે લોહાણા, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતના જ્ઞાતિઓના આગેવાનો તેમજ સંતો મહંતોને પણ આમંત્રણ પત્રિકામાં નામ લખી સ્થાન આપવામાં આવ્યું છે.



ખોડલધામના કેટલાક ટ્રસ્ટીઓને પણ આમંત્રણ પત્રિકામાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ ખુદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને આમંત્રણ પત્રિકામાં સ્થાન આપવામાં ન આવતા સમાજમાં ભાગલા પડ્યા હોય તે પ્રકારના નિવેદનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Politics, ગુજરાત, નરેશ પટેલ, પાટીદાર, રાજકોટ

આગામી સમાચાર