Home /News /gujarat /

Naresh Patel: નરેશ પટેલના 'રાજકારણ' પર પૂર્ણવિરામ: હાલ રાજકારણમાં નહીં જોડાય

Naresh Patel: નરેશ પટેલના 'રાજકારણ' પર પૂર્ણવિરામ: હાલ રાજકારણમાં નહીં જોડાય

નરેશ પટેલનું રાજકારણ

Gujarat Politics: નરેશ પટેલના જણાવ્યા પ્રમાણે, સર્વેમાં 80 ટકા યુવાનોએ નરેશ પટેલને રાજકારણમાં આવવા જણાવ્યું પરંતુ 100 ટકા વૃદ્ધોએ તેમને રાજકારણમાં પ્રવેશવાની ના પાડી દીધી હતી.

    Naresh Patel રાજકોટ: ગુજરાતના રાજકરણમાં (Gujarat Politics) પ્રવેશ કરવો કે નહિ તે અંગેના નિર્ણયની અટકળો સાથે આજે ખોડલધામના (Khodaldham) પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) પ્રેસ કોન્ફરન્સ યોજાઇ રહી છે. તેમણે આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, હું હાલ રાજકારણમાં નહીં જોડાવ.

    'હું રાજકારણમાં નહીં આવું' 

    નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, ખોડલધામ સંસ્થા વિશ્વસ્તરે પહોંચી છે અને અહીં તમામ સમાજમાં લોકો અહીં આવે છે. જેમનો આભાર માનું છું. મૂળ વાત રાજકારણમાં પ્રવેશવાની છે. કોરોનાકાળમાં લોકોની જેમ મારી પાસે પણ ઘણો સમય હતો. જેમાં સરદાર સાહેબ અને અન્ય સ્વતંત્ર સેનાનીઓને વાંચ્યા ત્યારે મને થયું કે રાજકારણમાં આવીને પણ ઘણી સેવા થઇ શકે. આ મારો વ્યક્તિગત વિચાર હતો. જ્યારે મેં આ વિચાર સમાજ વચ્ચે મૂક્યો ત્યારે લોકોની લાગણી હતી કે, સમાજને પણ આ અંગે પૂછવું જોઇએ. આ અંગે અમે સર્વે પણ કરાવ્યો હતો. આનો રિપોર્ટ એવો છે કે, વડીલો ઘણી ચિંતા કરે છે, બહેનો અને યુવાનો હજી ઇચ્છે છે કે હું રાજકારણમાં આવું. ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે, ખોડલધામના નેજા હેઠળ, પોલિટિકલ એકેડમીની જાહેરાત કરીએ છીએ. આમાં અમે તમામ સમાજના યુવાનોને આવકાર્યે છીએ.

    આ પણ વાંચો: પીએમ મોદીના આવતા પહેલા ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી

    'વડીલોની ચિંતા મને યોગ્ય લાગી'

    તેમણે વધુમાં જણાવ્યું કે, એક પાર્ટી સાથે જોડાવ તો હું ત્યાંનો થઇ જાવ ત્યારે વડીલોની ચિંતા મને યોગ્ય લાગી. ખોડલધામના ઘણાં પ્રકલ્પો જેવા કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી હજી બાકી છે, ત્યારે તેમને વેગ આપું અને દરેક સમાજના લોકોને લાભ મળે તેવી કરવું છે. જેથી હું રાજકારણમાં મારો પ્રવેશ હાલ પુરતો મોકૂફ રાખું છું.



    નરેશ પટેલના જણાવ્યા પ્રમાણે, સર્વેમાં 80 ટકા યુવાનોએ નરેશ પટેલને રાજકારણમાં આવવા જણાવ્યું પરંતુ 100 ટકા વૃદ્ધોએ તેમને રાજકારણમાં પ્રવેશવાની ના પાડી દીધી હતી.



    નોંધનીય છે કે, છેલ્લા છ મહિનાથી નરેશ પટેલના રાજકરણના પ્રવેશ અંગે અનેક વાતો થઇ રહી હતી. જોકે, નરેશ પટેલ હંમેશા કહેતા આવ્યા હકા કે, ‘સમાજ કહેશે એમ કરીશ’ કહીને સર્વેના પરિણામો પર નિર્ણય છોડ્યો હતો
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Politics, ગુજરાત, નરેશ પટેલ, પાટીદાર, રાજકોટ

    આગામી સમાચાર