Home /News /gujarat /નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે વધુ એક તારીખ પડી, જાણો હવે ક્યારે જાહેર કરશે નિર્ણય
નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે વધુ એક તારીખ પડી, જાણો હવે ક્યારે જાહેર કરશે નિર્ણય
નરેશ પટેલ ફાઈલ તસવીર
Gujarat Politics : સાંસદ રામ મોકરિયાએ નરેશ પટેલ અંગે જણાવ્યું છે કે, નરેશભાઇ સારા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન છે. રાજકારણમાં આવવું ન આવવું તે તેમનો અંગત વિષય છે.
રાજકોટ: ગુજરાતમાં ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ જોરશોરથી જામ્યો છે. તમામ પક્ષોના દિગ્ગજો રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ખોડલધામના નરેશ પટેલ (Naresh Patel in Gujarat Politics) રાજકારણમાં જોડાશે કે નહીં તે હાલ સળગતો પ્રશ્ન બની ગયો છે. જોકે, નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તે જાણવા માટે વધુ એક મુદ્દત પડી છે. પહેલા કહેવામાં આવ્યું હતુ કે, નરેશ પટેલ 31મી મેની આસપાસ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે ખુલાસો કરશે. પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે, હાલ સમાજના લોકો સાથે ચર્ચા વિચારણાની પ્રક્રિયા ચાલી રહી છે. નિર્ણય બાદમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે. આ જાહેરાત
15 જૂન સુધીમાં કરવામાં આવી શકે છે. ત્યારે ગુજરાતના રાજ્યસભા (rajyasabha) સાંસદ રામ મોકરિયા (rambhai mokariya) એ પણ હવે ખોડલધામના નરેશ પટેલ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, નરેશ ભાઈ એક સારા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન છે, રાજકારણમાં આવવું ન જોઇએ.
સાંસદ રામ મોકરિયાએ નરેશ પટેલ અંગે જણાવ્યું છે કે, નરેશભાઇ સારા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન છે. રાજકારણમાં આવવું ન આવવું તે તેમનો અંગત વિષય છે. તેઓ મારા મિત્ર છે. મારી દ્રષ્ટિએ તેઓએ ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન તરીકે તેમને કાર્ય યથાવત રાખવું જોઈએ. તેઓ સામાજીક કાર્યકર તરીકે ખૂબ સારું કામ કરે છે અને તેમને સમાજને જોડી રાખ્યો છે. બાકી તો તેમને જે પક્ષમાં જવું હોય તે પક્ષમાં જઇ શકે, તેઓ આ નિર્ણય લેવા સ્વતંત્ર છે. એમને કોઇ રોકી શકે નહીં.
જે બાદ ગોવિંદભાઈ પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઈને બોલવાનું ટાળ્યું હતુ. મીડિયા સમક્ષ ગોવિંદ ભાઇને આ અંગેનો સવાલ પૂછતા તેમણે 'નો કોમેન્ટ' કહ્યુ હતુ. પાટીદાર નેતાએ કહ્યું હાલ આ બાબતે કાંઈ નહિ બોલું.
" isDesktop="true" id="1213812" >
ગોપાલ ઇટાલિયાનું નિવેદન
નરેશ પટેલ અંગે ગોપાલ ઈટલિયાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, મુખ્યમંત્રી બનવા માટે પહેલા પાર્ટીમાં જોડાવવું પડે. પાર્ટી કેવી રીતે જીતી શકે તે માટે સ્ટ્રેટરજી બનાવવી પડે તેવું નિવેદન આપ્યુ હતુ. લોકો પરિવર્તન ઈચ્છે છે તેવી પરિવર્તન યાત્રામાં જોડાવો.