Home /News /gujarat /'ખોડલધામ ટ્રસ્ટ રાજકારણ વિરુદ્ધ,' વોટિંગ કર્યા બાદ બોલ્યા નરેશ પટેલ

'ખોડલધામ ટ્રસ્ટ રાજકારણ વિરુદ્ધ,' વોટિંગ કર્યા બાદ બોલ્યા નરેશ પટેલ

રાજકોટમાં આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. રાજકોટ વર્તમાન સીએમ રૂપાણીનું વતન હોવાને કારણે અહીંની બેઠકો બીજેપી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે.

રાજકોટમાં આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. રાજકોટ વર્તમાન સીએમ રૂપાણીનું વતન હોવાને કારણે અહીંની બેઠકો બીજેપી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે.

રાજકોટઃ રાજકોટમાં આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. રાજકોટ વર્તમાન સીએમ રૂપાણીનું વતન હોવાને કારણે અહીંની બેઠકો બીજેપી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે. રાજકોટની બેઠકો પર પાટીદાર ફેક્ટર મહત્વનું ગણવામાં આવે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સવારે પત્ની સાથે વોટિંગ કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા ખોડલધામમાં નરેશ પટેલે કહ્યું કે, 'ખોડલધામ બિનરાજકીય સંસ્થા છે. ખોડલધામ ટ્રસ્ટે કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. ખોડલધામના કેટલાક ટ્રસ્ટીઓએ ટેકો જાહેર કર્યો છે. કેટલાક ટ્રસ્ટી ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલા હોઈ શકે. ખોડલધામ ટ્રસ્ટ રાજકારણ વિરુદ્ધ છે.'

નોંધનીય છે કે પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, નરેશ પટેલ અને ખોડલધામ ટ્રસ્ટે ભાજપને સમર્થન કર્યું છે. વિજય રૂપાણી અને જીતુ વઘાણીએ પણ ખોડલધામને નરેશ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન સાથે મુલાકાત કરીને જણાવ્યું હતું કે, નરેશ પટેલે તેમને સમર્થન આપ્યું છે.
First published:

Tags: Assembly election 2017, Gujarat assembly election 2017, Gujarat assembly polls 2017, Gujarat eleciton 2017, KhodalDham, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017, નરેશ પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन