કચ્છ : રાપરમાં વકીલ દેવજીભાઈ મહેશ્વરીની જાહેરમાં ઘાતકી હત્યા થતા ચકચાર

News18 Gujarati
Updated: September 25, 2020, 9:04 PM IST
કચ્છ : રાપરમાં વકીલ દેવજીભાઈ મહેશ્વરીની જાહેરમાં ઘાતકી હત્યા થતા ચકચાર
(પ્રતિકાત્મક તસવીર)

તિક્ષણ હથિયાર વડે વકીલની ઓફીસ બહાર જ ખૂની હુમલો, હત્યારાના ફૂટેજ સીસીટીવીમાં કેદ

  • Share this:
રાપર : કચ્છના રાપરમાં એક હત્યાની ઘટના સામે આવી છે. રાપરમાં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની જાહેરમાં ઘાતકી હત્યા થતા ચકચાર મચી જાવા પામી છે. એક યુવાને તિક્ષણ હથિયાર વડે વકીલની ઓફીસ બહાર જ  ખૂની હુમલો કર્યો હતો. જેમાં દેવજીભાઈનું મોત થયું છે.

હત્યારાના ફૂટેજ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બામસેફ સાથે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા થતાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે.
Published by: Ashish Goyal
First published: September 25, 2020, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading