રાજકોટ : રાજકોટમાં (Rajkot)સંબંધોનું ખૂન થઈ હોવાની બે જેટલી ઘટનાઓ એક બાદ એક સામે આવી છે. એક કિસ્સામાં જમીનના શેઢાની અદાવતમાં પિતરાઇ ભાઇઓએ મળી પિતરાઈ ભાઈની હત્યા (Murder)કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ પિતરાઈ ભાઈના માસુમ બે વર્ષીય દીકરાને પણ ગંભીર ઈજા પહોંચાડી હોવાનુ પણ સામે આવ્યું છે. ત્યારે અન્ય એક કિસ્સામાં મિત્રએ જ મિત્રની હત્યા(Rajkot Murder)કરી હોવાનું સામે આવ્યું છે.
આજીડેમ પોલીસ સ્ટેશન (Aji Dam Police Station)વિસ્તારમાં ગત 7મી તારીખના રોજ એક યુવાનની લાશ મળી આવી હતી. લાશ મળ્યાની જાણકારી આજી ડેમ પોલીસને મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે પણ ખસેડવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતકનું નામ બિરેન્દ્ર રાજભર હોવાનું ખુલ્યું હતું. તેમજ તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
જે જગ્યાએથી યુવકની લાશ મળી આવી હતી તેની આજુબાજુ પોલીસે સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્ર કર્યા હતા. ત્યારે આજીડેમ પોલીસને બાતમી મળી હતી કે, બિરેન્દ્રનું ખૂન બીજા કોઈએ નહીં પરંતુ તેના જ મિત્ર કિશન દેત્રોજાએ કર્યું છે. આજીડેમ પોલીસ દ્વારા રવેચી નગરના બજરંગ સોસાયટીમાં રહેતા કિશન વિનુભાઈ દેત્રોજાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બિરેન્દ્ર હત્યા કરી શિહોર નાસી છૂટ્યો છે. રાજકોટ પોલીસે શિહોરથી હત્યાની ઘટનાને અંજામ આપનાર મૃતકના મિત્ર અને હત્યાના આરોપી એવા કિશન દેત્રોજાને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપીએ હત્યા અંગે કબૂલાત આપતાં જણાવ્યું હતું કે, 15000 રૂપિયા બીરેન્દ્ર ઉછીના લઇ ગયો હતો. ત્યારબાદ અનેક વખત તેની પાસે પૈસા પરત આપવા બાબતની ઉઘરાણી પણ કરી હતી. ત્યારે ગત 7મી તારીખના રોજ બિરેન્દ્ર ઘરની દિવાલ કુદી મારા ઘરમાં ચોરી છૂપીથી પૈસા લેવા માટે આવ્યો હતો. જે બાબતની જાણ થતાં અમારી બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો અને ત્યારબાદ મેં તેને લાકડી વડે માર પણ માર્યો હતો. માર માર્યા બાદ મેં તેને રોડ પાસે આવેલા ડિવાઇડર પર સુવડાવી તેને ચાદર પણ ઓઢાડી હતી. પરંતુ વહેલી સવાર થતાં તેનું મોત નીપજ્યું હતું. જે બાબતનો મને ખ્યાલ આવતાં હું રાજકોટ છોડી નાસી ગયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર