કચ્છ: રાજ્યના મુંદ્રા બંદર પર ભારે માત્રામાં જપ્ત થયેલા ડ્રગ્સ સાથે જોડાયેલા મામલામાં એક મોટી કાર્યવાહી થઇ રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએની ટીમ દિલ્હી સહિત અન્ય લોકેશન પર દરોડા પાડી રહી છે. દિલ્હી સ્થિત પ્લે બોય ક્લબમાં પણ દરોડા પાડીને તપાસ ચાલી રહ્યું છે. છેલ્લા થોડા સમયથી મુંદ્રા બંદર પરથી મોટી માત્રામાં નશાના કારોબરનો સામાન મળી રહ્યો છે.
મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ભારતના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાંથી દિલ્હીના પ્લેબોય ક્લબ સહિત 10 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ રેકેટમાં વધારે માણસો સંકળાયેલા હોવાની આશંકા છે. આ દરોડા પૂરા થશે એ પછી શું મળ્યું અને ક્યાંથી ડ્રગ્સ લાવ્યા હતા તે અંગેની માહિતી આપશે.
ડીઆઈઆઈ દ્વારા ગુજરાતનાં મુંદ્રા પોર્ટ પરથી ગત સપ્ટેમ્બર મહિનામાં 3000 કિલો જેટલું હેરોઇન મળ્યું હતુ. અત્યાર સુધી ડીઆરઆઈ દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 21 હજાર કરોડની આસપાસ છે.
ડીઆઈઆઈ દ્વારા ગુજરાતનાં મુંદ્રા પોર્ટ પરથી ગત સપ્ટેમ્બર મહિનામાં 3000 કિલો જેટલું હેરોઇન મળ્યું હતુ. અત્યાર સુધી ડીઆરઆઈ દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 21 હજાર કરોડની આસપાસ છે.
નોંધનીય છે કે, 16 સપ્ટેમ્બર, 2021ના અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને મુદ્ન્રા પોર્ટ પર આવેલા બે કન્ટેનરમાં ડિક્લેર ટેલ્ક પાવડર સાથે ત્રણ હજાર કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો હતો, ‘હાઈ ક્વોલીટી’ ના આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21 હજાર કરોડ થાય છે. ત્યારે આ જથ્થો ઝડપાયા બાદ વાયુવેગે સમગ્ર દેશમાં આ વિગતો પ્રસરી હતી. ડીઆરઆઈએ ચેન્નઇમાંથી એક દંપતી એમ.સુધાકર અને તેની પત્ની દુર્ગા વૈશાલીની પણ ધરપકડ કરી હતી. આ દંપતી ડ્રગ્સના આયાતકારો છે. સાથો સાથ અન્ય 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને જેમાં 2 અફઘાનિસ્તાનના લોકો પણ હોવાનું સામે આવી રહ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગને અફઘાનિસ્તાનના હસન હુસૈન લિ. કંપની દ્વારા વિજયવાડાની અશી ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવી રહ્યું હતું. આ ડ્રગ ટેલક્મ પાઉડરની આડમાં આવી રહ્યુ હતું. ડીઆરઆઈએ પેહલા એફએસલ પાસેથી ખાતરી કર્યા બાદ આગળ તપાસ હાથ ધરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર