Home /News /gujarat /ભુજ: દીકરાની સ્કૂલ ફી ભરવા કરી હતી મુંબઈના જૈન વેપારીની હત્યા, એકની ધરપકડ; મહિના પછી હત્યાનો ભેદ ઊકેલાયો

ભુજ: દીકરાની સ્કૂલ ફી ભરવા કરી હતી મુંબઈના જૈન વેપારીની હત્યા, એકની ધરપકડ; મહિના પછી હત્યાનો ભેદ ઊકેલાયો

આરોપી વાલા ગઢવી

Vadala Jain businessman murder case: આ ગુનો પ્રથમથી જ વણઉકેલાયો રહ્યો હતો. બનાવ બાદ જૈન સમાજમાં ભય અને ડરનો માહોલ હોવાથી આઈજી જે.આર. મોથલિયા અને પોલીસવડા સૌરભસિંઘના નેજા હેઠળ ગુનો ઉકેલવા પ્રયત્નો ચાલી રહ્યા હતા.

મેહુલ સોલંકી, ભુજ: મુંદ્રા તાલુકાના વડાલા ગામ (Vadala village) ખાતે ગત તારીખ 26મી એપ્રિલના રોજ એક જૈન આધેડની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. મૃતક મુંબઈ ખાતે રહેતા હતા. પોલીસને મૃતદેહ મળ્યો ત્યારે તેમના શરીર પરથી ઘરેણા ગાયબ હતા. આધેડને કોઈ સામે દુશ્મની ન હોવાથી મોતનું રહસ્ય વધારે ઘેરું બન્યું હતું. આ જ કારણે આ હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારજનક બની ગયો હતો. આ હત્યાન ભેદ ઉકેલવા માટે મુંદ્રા મરીન પોલીસ (Mundra Marine Police) ઉપરાંત ભુજ લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજીની વિવિધ ટુકડીઓ તપાસ આદરી હતી. આ કેસમાં પોલીસે બેંકમાં મૂકેલા દાગીનાના આધારે એક કડી મળતા હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા વ્યક્તિએ એવી કબૂલાત આપી છે કે તેના દીકરીના સ્કૂલ ફી ભરવા માટે ફીની જરૂરી હતી. આથી તેણે જૈન આધેડની હત્યા કરી નાખી હતી.

શરીરે પહેરેલા સોનાના ઘરેણા ગાયબ હતા


મુંબઈના મુલુંડ ખાતે રહેતા 60 વર્ષીય જૈન આધેડ મનસુખભાઈ ઉર્ફે મનુભાઈ માવજીભાઈ સતરા (Mansukhbhai Satara)ની કોઈ અજાણ્યા શખ્સે શરીર પર ગંભીર ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે ભુજ ખાતે રહેતા મૃતકના સાઢુભાઈ મુકેશભાઈ મૂળજીભાઈ છેડાએ મુંદ્રા મરીન પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકના પત્નીએ પોલીસમાં જણાવ્યું હતું કે, "મનસુખભાઈએ બનાવ સમયે 1.20 લાખની સોનાની ત્રણ તોલાની પોચી, 1.60 લાખની સોનાની હાંસબાઈ માતાજીના ફોટા સાથેની લોકેટ વાળી ચેઈન પહેરી હતી. જેની પણ લૂંટ થઈ ગઈ છે."

આ ગુનો પ્રથમથી જ વણઉકેલાયો રહ્યો હતો. બનાવ બાદ જૈન સમાજમાં ભય અને ડરનો માહોલ હોવાથી આઈજી જે.આર. મોથલિયા અને પોલીસવડા સૌરભસિંઘના નેજા હેઠળ ગુનો ઉકેલવા પ્રયત્નો ચાલી રહ્યા હતા. જેમાં બનાવ સ્થળની આસપાસનો વિસ્તાર, અવાવરૂ જગ્યા, કૂવા અને સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામજનોની પૂછપરછ કરવામાં આવી હતી.

સોનાની પોચી પરથી ભેદ ઉકેલાયો


જોકે, કોઈ નક્કર કડી મળી ન હતી. આ દરમિયાન પીએસઆઈ ગિરીશ વાણિયાને બાતમી મળી કે લૂંટ ગયેલી સોનાની પોચી વડાલા ગામના વાલા નાગશી ગઢવી (Vala Nagshi Gadhvi)એ મુંદ્રાની ફેડ બેંકમાં ગીરવે મૂકી લોન લીધી છે. જેથી બેંકમાં જઈ તપાસ કરતાં ર૬મી તારીખે બપોરે 1.20 કલાકે બેંકમાં બ્રેસલેટ જમા કરાવી રૂપિયા 1.10 લાખની ગોલ્ડ લોન લેવાઈ હતી. તેમજ જૂની લોનમાં વ્યાજ સહિત 18,013 રૂપિયા ભરપાઈ કરવામાં આવ્યા હતા. જે આધારે પોલીસે વાલા નાગશી ગઢવીની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો.

આરોપીએ કરી હત્યાની કબૂલાત


વાલા ગઢવીએ કબૂલાત આપી છે કે, પોતાના દીકરાના અભ્યાસ માટે ફી ભરવા રૂપિયાની તાતી જરૂરિયાત હતી. મરણજનાર મનસુખભાઈએ સોનાની ચેઈન પહેરી હોવાથી મનોમન નક્કી કરી તેમને સસ્તામાં જમીન અપાવવાની લાલચ આપી વડાલાથી પાવડિયારા રોડ તરફ લઈ ગયો હતો. જ્યાં 11:30 વાગ્યાના અરસામાં છરીના 12 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

J N Panchal, Bhuj DySP
જે.એન.પંચાલ, ડીવાયએસપી, ભુજ


બાદમાં સોનાના દાગીનાની લૂંટ કરી બ્રેસેલેટ બેંકમાં જમા કરાવી લોન મેળવી લીધી હતી. આ ઉપરાંત લોકેટ ઘરમાં મંદિર નીચે છૂપાવી નાખ્યું હતું. સોનાની ચેઈન કોઈ સોની વેપારીને આપી હોવાનું કહ્યું હતું. આ કેસમાં વાલાની અટકાયત કરવામાં આવી છે. દરમિયાન બ્રેસલેટ બેંકમાં જમા હોઈ કાર્યવાહી પૂર્ણ થયા બાદ કબજે કરવામાં આવશે. પોલીસે ઘરેથી માતાજીના ફોટાવાળુ લોકેટ કિંમત રૂપિયા 50,000 કબજે કર્યું છે.
First published:

Tags: Bhuj, Businessman, ગુનો, પોલીસ, મુંબઇ, હત્યા