Home /News /gujarat /

રાજકોટમાં સામૂહિક આપઘાત: માતાએ પોતાના બે વ્હાલસોયા દીકરાઓ સાથે કર્યું અગ્નિસ્નાન, ઘરકંકાસ જવાબદાર!

રાજકોટમાં સામૂહિક આપઘાત: માતાએ પોતાના બે વ્હાલસોયા દીકરાઓ સાથે કર્યું અગ્નિસ્નાન, ઘરકંકાસ જવાબદાર!

માતાની ફાઇલ તસવીર

Rajkot News: 28 વર્ષના માતા દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના 4 અને 7 વર્ષના પુત્રો સાથે અગ્નિસ્નાન કરીને આપઘાત કર્યો છે.

  રાજકોટ: શહેરમાં (Rajkot) આજે સવારે સામૂહિક આપઘાતની (mother and two son Suicide) ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના નાકરાવાડી વિસ્તારમાં 28 વર્ષનાં દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે અગ્નિસ્નાન કર્યું છે. આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં ગૃહ કંકાસની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આખા પંથકમાં ગમગીની છવાઇ છે.

  ગૃહ કલેશના કારણે આ ઘટના બની હોવાની શંકા

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. આ ગોઝારી ઘટનામાં  28 વર્ષના માતા દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના 4 અને 7 વર્ષના પુત્રો સાથે અગ્નિસ્નાન કરીને આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ લોકોના આપઘાતમાં ગૃહ કલેશ જવાબદાર હોય શકે છે. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. હાલ કુવાડવા પોલીસ તપાસ કરીને વધુ કાર્યવાહી કરી રહી છે. આ સાથે પરિવારજનો તથા ગામજનોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.

  પોલીસ તપાસ કરી રહી છે


  પતિએ નકારી બોલાચાલીની વાત

  જોકે, પોલીસ પૂછપરછમાં મહિલાના પતિએ જણાવ્યુ કે, મારે ક્યારેય પત્ની દયાબેન સાથે ક્યારેય બોલાચાલી થઈ નથી, પરંતુ મારી માતાને એકવાર બોલવાનું થયું હતુ. નોંધનીય છે કે, આ ઘટનાની જાણ થતાં દયાબેનના પરિવારમાં અને સમગ્ર કુવાડવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

  પોલીસ તપાસ કરી રહી છે


  પરિણીત શિક્ષિકાએ પણ કર્યો હતો આપઘાત

  રાજકોટમાં થોડા સમય પહેલા પણ પરિણિતાના આપઘાતનો બનાવ બન્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શ્યામ સ્કાયની સામે આર્યલેન્ડ સોસાયટી બ્લોક નંબર 145માં રહેતા અર્પિતા બહેને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નિપજ્યું હતું. જે સમયે પરિણીતાએ આપઘાત કર્યો તે સમયે ઘરમાં એકલી જ હાજર હતી. તેનો પતિ કોઈ કારણોસર બહાર ગયો હતો. પતિ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે પત્નીને પંખા સાથે કપડું બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. જેથી તેને સૌ પ્રથમ પોતાના સહ કર્મચારી હરદેવસિંહ જાડેજાને જાણ કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: આત્મહત્યા, ગુજરાત, રાજકોટ

  આગામી સમાચાર