Home /News /gujarat /

'વાયુ' વાવાઝોડુંઃ પોરબંદરના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર કરાશે

'વાયુ' વાવાઝોડુંઃ પોરબંદરના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર કરાશે

ક્લેક્ટરે વધુમાં જણાવ્યું કે NDRFની 3 ટીમોની મદદ લેવાશે, સાવચેતીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર પ્રવેશબંધી કરવાની વિચારણા

ક્લેક્ટરે વધુમાં જણાવ્યું કે NDRFની 3 ટીમોની મદદ લેવાશે, સાવચેતીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર પ્રવેશબંધી કરવાની વિચારણા

    પ્રતીશ શીલું, પોરબંદરઃ રાજ્યના દરિયાકાંઠેથી પસાર થઇ રહેલા વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, જેને ધ્યાને રાખી પોરબંદરમાં સંભવિત વાયુ વાવાઝોડાને લઇ 74 ગામના લોકોનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ તમામ ગામમાંથી અંદાજે 35000 લોકોનું સ્થળાંતર કરી સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવશે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે વાયુ વાવાઝોડાને ધ્યાને રાખી પોરબંદર જિલ્લા ક્લેક્ટરે પત્રકારો વાતચીત કરી હતી, જેમાં તેઓએ વાવાઝોડાને પહોંચી વળવા માટે તૈયારીઓ અંગે માહિતી આપી હતી. ક્લેક્ટરે જણાવ્યું કે પોરબંદર જિલ્લામાંથી 74 ગામના 35000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે, તમામ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ વાવાઝોડા સમયે મુશ્કેલી પડે તો આ નંબર પર સંપર્ક કરો

    ક્લેક્ટરે વધુમાં જણાવ્યું કે NDRFની 3 ટીમોની મદદ લેવામાં આવશે, સાવચેતીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર પ્રવેશબંધી કરવાની વિચારણા ચાલી રહી છે. આ સિવાય જિલ્લાની તમામ શાળા-કોલેજમાં ત્રણ દિવસની રજા રહેશે તથા 12થી 14 તારીખ સુધી રજા રહેશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Migration, Storm in Porbandar, VAYU Storm, Villages

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन