Home /News /gujarat /

પાણીની શોધમાં બહાર આવ્યા 20 સિંહો, જંગલના રાજા વીડિયો વાયરલ

પાણીની શોધમાં બહાર આવ્યા 20 સિંહો, જંગલના રાજા વીડિયો વાયરલ

    રાજેશ ગઢિયા, અમરેલીઃ  રાજ્યમાં ધોમધકતાં તાપથી દરેક લોકો પરેશાન છે. એક તરફ આકરો તાપ છે તો બીજી બાજુ ઓછા વરસાદને કારણે પાણીની પણ તંગી છે. એવામાં અમરેલી પાસે જંગલના રાજા પણ ગરમીથી પરેશાન છે. અમરેલીમાં 20 જેટલા સિંહોનું ટોળું જંગલમાંથી બહાર આવ્યું હતું અને કેમેરામાં કેદ થયા હતા.

    અમરેલીમાં ઉનાળાના આકરા તાપમાં 20 જેટલા સિંહનું ટોળું જોવા મળ્યું. સોશિયલ મીડિયા પર આ સિંહોના ટોળાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક પછી એક 20 સિંહો રસ્તા પર આંટા-ફેરા મારી રહ્યાં છે. આ દરમિયાન રાહદારીઓએ મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા.

    અહીં ક્લિક કરી વાંચોઃ નોકરી કરનારાઓ માટે મોટા સમાચાર, ફોર્મ-16 માં થયો આ ફેરફાર

    સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હાલ અમરેલી સહિત ગીરના જંગલોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ દરમિયાન પાણી અને ગરમીથી અકળાયને જંગલના રાજા રહેણાંક વિસ્તારમાં પ્રવેશે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Asiatic Lion, Forest Area, Gir Forest, Lion video, અમરેલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन