Home /News /gujarat /

અદાણી સંચાલિત G.K.જનરલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં 1018 બાળકોના મોત

અદાણી સંચાલિત G.K.જનરલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં 1018 બાળકોના મોત

અદાણી સંચાલિત G.K.જનરલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં 1018 બાળકોના મોત

વિધાનસભામાં એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે આ જાણકારી આપી

    ગુજરાતના ભુજમાં આવેલી અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં એક હજારથી વધારે બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. વિધાનસભામાં એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે આ જાણકારી આપી હતી.

    કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન અરેથિયા તરફથી પ્રશ્નકાળમાં ઉઠાવવામાં આવેલ સવાલનો લેખિત જવાબ આપતા ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન તરફથી સંચાલિત હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં 1018 બાળકોના મોત થયા છે.

    નીતિન પટેલે મોતના આંકડા જાહેર કરતા કહ્યું હતું કે 2014-15માં 188, 2015-16માં 187, 2016-17માં 208, 2017-18માં 276 અને 2018-19માં 159 બાળકોના મોત થયા છે. તેમણે આ મોત માટે અલગ-અલગ બિમારીઓ અને અન્ય ચિકિત્સકીય પરેશાનીને જવાબદાર ગણાવી છે. નિતીન પટેલે પોતાના જવાબમાં કહ્યું હતું કે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના મોતના કારણે એક સમિતિની પણ રચના કરી હતી. આ સમિતિએ મોત માટે ઘણી બિમારીઓ, જેવી કે સમયથી પહેલા જન્મેલા શિશુઓમાં થનારી બિમારીઓ, સંક્રમણ અને શ્વાસ સંબંધી પરેશાનીને જવાબદાર ગણાવી હતી.

    ઉપ મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું હતું કે સમિતિના રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલે નક્કી કરેલા માપદંડો પ્રમાણે જ બાળકોની સારવાર કરી હતી.આ પહેલા 2018માં પણ હોસ્પિટલમાં નવજાતના મોતનો મામલો ઉઠ્યો હતો અને રાજ્ય સરકારે તેની તપાસના આદેશ આપ્યા હતા.

    જોકે તપાસ સમિતિએ ક્લીનચીટ આપી દીધી હતી. ત્રણ સભ્યની સમિતિએ કહ્યું હતું કે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી કોઈ ચૂક જણાઈ નથી. બાળકોના મોત પાછળ મુખ્ય કારણ કુપોષણ અને નવજાત શિશુઓને ભર્તી કરાવવામાં લેટ થવાના કારણો જવાબદાર છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Adani foundation, Adani foundation hospital, Bhuj, Children died, Gujrat, અદાણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन