દલિત ઉપસરપંચ હત્યા કેસઃ વધુ ચાર આરોપીની ધરપકડ, કુલ 7ની ધરપકડ

News18 Gujarati
Updated: June 20, 2019, 6:28 PM IST
દલિત ઉપસરપંચ હત્યા કેસઃ વધુ ચાર આરોપીની ધરપકડ, કુલ 7ની ધરપકડ
મૃતક મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, 'અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.

મૃતક મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, 'અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.

  • Share this:
પ્રકાશ સોલંકી, બોટાદઃ  બોટાદના જાળીલા ગામનાં ઉપસરપંચ અને સરપંચનાં પતિ મનજીભાઈ સોલંકી હત્યા કેસમાં વધુ ચાર આરોપીને પોલીસ ઝપડી લીધા છે. સમગ્ર કેસમાં અત્યારસુધીમાં કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓ ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર, હરદીપ ભરતભાઇ ખાચરની અટકાયત કરવામાં આવી છે. મૃતક મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, 'અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.' મૃતકનાં પરિવારે તેમની માંગણીઓ લખીને એક પત્ર સરકારને પણ આપ્યો છે.મૃતકનાં પત્ની ગીતાબેન સોલંકી, એસઆરપી જવાનો સુરક્ષામાં મુક્યાં હતાં તે બધાને પાછા ખેંચી લીધા હતાં. જેના પાંચ દિવસ પછી જ આ હુમલો થયો છે. પોલીસની બેદરકારીને કારણે આ હુમલો થયો છે. મારી મુખ્ય માંગ એ છે કે પહેલા મુખ્ય આરોપીને હાજર કરો પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું.

અહીં ક્લિક કરી વાંચોઃ 'બે કલાકમાં સરકાર અમારી સાથે વાત નહીં કરે તો મૃતદેહ સાથે આત્મવિલોપન કરીશ'

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે જનરલ સીટ પર ચૂંટાયેલા ઉપસરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકીની અકસ્માત કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાના આરોપ સાથે ફરિયાદ થઇ છે. ઘટના સ્થળેથી મનજીભાઇનું બાઇક તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું તો મનજીભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મૃતક ઉપસરપંચના પત્ની ગામના સરપંચ છે, પરિવારજનોએ કેટલાક વીડિયો રજૂ કર્યા છે, જેમાં મૃતક મનજીભાઇ હોસ્પિટલ પહોંચતા પહેલા નિવેદન આપી રહ્યાં છે, આ નિવેદનમાં તેઓએ જણાવ્યું કે તેના પર ગામના જ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. પહેલા તેઓએ કાર વડે તેના બાઇક સાથે અકસ્માત કર્યો અને ત્યારબાદ હુમલો કર્યો.

આ સ્ટોરી પણ વાંચો: મગફળી ઉપાડવા માટે જૂનાગઢના યુવાને બનાવ્યું ‘ગ્રાઉન્ડનટ ડિગર’
First published: June 20, 2019, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading