અતુલ જોશી, મોરબી : મોરબીમાં કોરોના કહેર યથાવત્ છે. એક બાદ એક અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. મોરબી પોલીસ આવી સ્થિતિમાં પણ કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહી છે. જેમાં આજે મોરબી એસપી ઓફિસમાં રીડર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનસુખ ચાવડાનું કોરોનાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.
ધનસુખ ચાવડાને તાવ, શરદી સહિતના લક્ષણો જણાતા કોવિડ રિપોર્ટ કરવામાં આવતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પીએસઆઇ ચાવડાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પીએસઆઇ ધનસુખ ચાવડાએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે તમામ સરકારી કર્મચારીઓ ઓફિસ અંદર અને પુરી સાવચેતી સાથે કામ કરી રહ્યા છે ત્યારે પોલીસ બહાર લોકો સાથે રહી અને કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે પોતાના પરિવારને જોખમમાં મૂકીને લોકો માટે કામ કરે છે. આવા સમયે લોકો તંત્ર અને ખાસ કરી પોલીસને સાથ સહકાર આપે તે જરૂરી છે.
પ્રજાના રક્ષણ માટે મોરબી પોલીસ રાત દિવસ ફરજ બજાવે છે જે પ્રશંસાને પાત્ર છે. રેન્જ આઈજી સંદીપ સિંહ અને મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા પણ મોરબી પોલીસના પરિવારજનોને સુરક્ષિત રહેવા અપીલ કરી લોકોને પણ સાવચેતી રાખવા નમ્ર અપીલ કરી છે.
મોરબીમાં હાલ રોજના અન ઓફિશિયલ 300થી વધુ કેસ આવી રહ્યા છે અને 30 લોકોના મોત થઈ રહ્યા છે. જેમાં અનેક લોકો જામનગર જીજી હોસ્પિટલમાં અને રાજકોટમાં સારવાર લઈ રહ્યા છે. આવા કપરા સમયે લોકો જાગૃત બને એ અત્યંત જરૂરી અને આવશ્યક છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર