માળિયા મિયાણામાં આવેલી કન્યા છાત્રાલયની પાણીની ટાંકાની છતમાં અચાનક પડી ગઇ છે. તેની પર બેઠેલી વિદ્યાર્થિનીઓ ટાંકામાં પડી જતા સામાન્ય ઇજા પહોંચી છે. જેના કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ છત તૂટી પડી ત્યારે શાળામાં રિશેષનો સમય હતો. જેથી છાત્રાલયમાં અભ્યાસ કરતી આઠ વિદ્યાર્થિનીઓ જમીન પર બનાવેલી પાણીની ટાંકી પર બેઠી હતી. તે દરમિયાન જ અચાનક ટાંકીની છત પડી હતી. જેથી તે તમામ અંદર ખાબકી હતી. જોકે, આ ટાંકામાં વધારે પાણી ન હતુ જેથી વિદ્યાર્થિનીઓને સામાન્ય ઇજા થઇ છે.
ત્યારે સવાલ એ છે કે, શાળામાં અવાર નવાર સરપ્રાઈઝ ચેકીંગ થતા હોય છે. ત્યારે આવડી મોટી ખામી રહી કઈ રીતે ગઈ એ સવાલ ઉપસ્થિત થયો છે અને હવે આ ઘટના સહેજમાં ટળી છે ત્યારે તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લઈને જવાબદારો પર કડક કાર્યવાહી કરવું જરૂરી બન્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ માળીયા(મી) પીએસઆઇ બી ડી જાડેજા સહિતની ટિમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડીને ટાંકામાં પડી ગયેલ વિદ્યાર્થીનીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હજુ કાટમાળમાં કોઈ વિદ્યાર્થીની ફસાયેલ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી માળિયા મી.પોલીસ દ્વારા હાથ આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર