મોરબી : સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

મોરબી : સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

Morbi Crime News- સગીરાને ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભગાડી ગયો હતો

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબી ગ્રામ્ય વિસ્તારમાં (Morbi Crime News)સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવવાના મામલે પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. બનાવની વિગત એવી છે કે મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો પરપ્રાંતીય પરિવાર ગત જાન્યુઆરી માસમાં પોતાના વતને જવા માટે નીકળ્યો હતો. ત્યારે મોરબી નજીક આ પરિવારની સગીર વયની દીકરી પાણી પીવાનું કહીને નીકળી ગયા બાદ સગીરા ગુમ થઈ ગઈ હતી.

  બાદમાં પરિવારની શોધખોળ દરમિયાન સગીરાને ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભગાડી ગયો હતો. ફોસલાવીને આરોપી ધર્મેન્દ્ર સિંહેએ સગીરાનું અપહરણ કરીને તેણીને હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ આચારી સગીરાને ગર્ભવતી બનાવી હતી. સગીરાને ગ્રામ્ય વિસ્તારમાંથી ગર્ભવતી હાલતમાં છોડી નાસી ગયો હતો.

  આ પણ વાંચો - PIની પત્ની સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો થયો ખુલાસો, જાણો કોણે અને કેવી રીતે કરી હત્યા

  સગીરાના પિતાએ ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા વિરુદ્ધ પોસ્કો ,અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી ધર્મેન્દ્ર પુનમસિંગ મેડાની ગણતરીની કલાકમાં જ ધરપકડ કરી હતી. મોરબી સીટી બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલ સહિતની ટીમે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:Ashish Goyal
  First published: