મોરબીના (Morbi) હળવદના GIDC વિસ્તારમાં ગઇકાલે રવિવારે મિત્રના (friends) હાથે જ મિત્રની હત્યા (murder) થઇ હોવોની ઘટના સામે આવી છે. હાલ મૃતક યુવાન અવેશ જંગિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હૉસ્પિટલમાં (Morbi Civil Hospital) ખસેડવામાં આવ્યો છે. આશાસ્પદ અને કમાનાર યુવાનની હત્યા થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મૃતકના ભાઈ હારૂન કાસમભાઈ જંગિયાએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, આરીફ મહેબૂબ જામ, હૈદર મોવર, ગફુર ઈસા કાજેડીયા, કાસમ ઈસા કાજેડીયા, અબ્દુલ ઈસા કાજેડીયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. આરોપી આરીફ જામે મશ્કરી કરી ઝઘડો કર્યો હતો જેથી તેને સમજાવવા મૃતક અવેશ ગયો હતો. આ સમયે પાંચેય આરોપીઓએ અવેશ સાથે માથાકૂટ કરી અને ધોકો માથામાં મારી પીઠના ભાગે છરી મારી હતી. પોલીસે પાંચેય ઈસમો વિરુદ્ધ હત્યાની કલમ 302 હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
મોડી સાંજે મિત્રો મળ્યા હતા
મોરબીના હળવદ ખાતે રવિવારે મોડી સાંજે યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદ જીઆઈડીસી નજીક આવેલી પાનની દુકાને મોડી સાંજે મૃતક યુવાન અવેશ જંગિયા, આરીફ જામ, હૈદર મોવર, કાસમ ઈસા કાજડિયા, અબ્દુલ ઇસા કાજડિયા, ગફુર ઇસા કાજડિયા સહિતના મિત્રો ભેગા થઇને મસ્તી કરતા હતા.
આ મસ્તીએ થોડીવારમાં તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હાજર પાંચ ઈસમોએ પ્રથમ બોલાચાલી કરી હતી. જે બાદ અવેશ કાસમભાઇ જંગિયા (મીયાણા) ઉ.20 નામના યુવાનને માથાનાં ભાગે ધોકો અને છરી મારી દીધી હતી.
જે બાદ ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ હળવદ અને બાદમાં મોરબી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવાનને સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટયો હતો. બાદમાં મૃતદેહને મોરબી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે હળવદ પોલીસે મોરબી સિવિલ હૉસ્પિટલ ખાતે આવી તપાસ શરૂ કરી છે.