મોરબી: દેશી દારૂના બદલે લોકો લઇ રહ્યાં છે હર્બલ ટોનિક, આ રીતે ચાલતો હતો આખો ગોરખધંધો

મોરબી: દેશી દારૂના બદલે લોકો લઇ રહ્યાં છે હર્બલ ટોનિક, આ રીતે ચાલતો હતો આખો ગોરખધંધો
મોરબી એલસીબીએ નવા મકનસર ગામેથી આયુર્વેદિક હર્બલ ટોનીકનો જથ્થો વિતરણ કરે એ પહેલાં જ એક ઇસમને 7,88000 મુદામાલ સાથે પકડી પાડ્યો.

મોરબી એલસીબીએ નવા મકનસર ગામેથી આયુર્વેદિક હર્બલ ટોનીકનો જથ્થો વિતરણ કરે એ પહેલાં જ એક ઇસમને 7,88000 મુદામાલ સાથે પકડી પાડ્યો.

 • Share this:
  અતુલ જોષી, મોરબી:  એલસીબીએ (morbi LCB) નવા મકનસર ગામેથી આયુર્વેદિક હર્બલ ટોનીકનો (herbal tonic) જથ્થો વિતરણ કરે એ પહેલાં જ એક ઇસમને 7,88000 મુદામાલ સાથે પકડી પાડ્યો છે. નવા મકનસર ગામે દુકાન તથા રહેણાંક મકાનમાંથી આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલો નંગ-૯,૨૨૦ તથા મોબાઇલ ફોન મળી કુલ.રૂ. ૭,૮૮૩૦૦/- નો મુદામાલ પકડી પગેરું મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. સિરામીક યુનિટોમાં દેશી દારૂની બદલીમાં આ કેફી પીણું વપરાતાં હોવાની શંકાના આધારે પોલીસ તપાસ મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી સોફ્ટ ડ્રીંક અને એનર્જી ડ્રિન્કની આડમાં કેફી પીણાનું જાહેરમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું છે,  જેમાં આ ડ્રિન્ક દેશી દારૂની બદલીમાં વહેંચતુ હોય છે અને સૌથી વધુ સીરામીક યુનિટો અને ફેક્ટરીઓની આજુબાજુના વિસ્તારમાં આ ડ્રિન્કનું મોટા પ્રમાણમાં વહેંચાણ શરૂ કરાયું છે.

  જથ્થો ઝડપાયો
  જે મોરબી એલસીબી ના ધ્યાનમાં આવતા જ એલસીબી ટીમે ચાંપતી નજર રાખી આવા દ્રવ્યો વહેંચતાં વેપારીઓ સામે લાલ આંખ કરી છે અને મોરબી   જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાને મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે આયુર્વેદીક હર્બલ ટોનિકના વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરી છે.

  આ અનુસંધાને પીઆઈ વી.બી.જાડેજા ની ટીમને  બાતમી મળી હતી કે, મોરબી તાલુકાનાં નવા મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા પોતાની દુકાન તથા રહેણાંક મકાને આયુર્વેદીક હર્બલ ટોનીક્નો જથ્થો ગેરકાયદેસર રીતે બીલ, આધાર વગર રાખી તેનું વેચાણ કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા (ઉ.વ.૨૫ રહે. નવામકનસર તા.જી. મોરબી)ની દુકાન તથા રહેણાંક મકાનેથી ગેરકાયદેસર રીતે બીલ કે આધાર પુરાવા વગરની આયુર્વેદીક હર્બલ ટોનીકની નાની- મોટી બોટલો નંગ-૯,૨૨૦ કિ.રૂ. ૭,૮૩૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- નો મળી કુલ રૂ. ૭,૮૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી જયેશ ઉર્ફે લાલો આ માદક દ્રવ્યનો જથ્થો કેટલા સમયથી વહેંચી રહ્યો હતો અને ક્યાંથી લઈને તે વિતરણ કરવામાં આવતું હતું એ તપાસ મોરબી તાલુકા પોલીસ અને એલસીબી નીંટીમ દ્વારા હાથ ધરાઈ છે.

  આરોપી


  ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે પણ એસઓજી અને બી ડિવિઝન પોલીસે મોરબીમાં યુવા ધનને સોફ્ટ ડ્રિન્ક અને એનર્જી ડ્રિન્કના નામે જાહેરમાં આવા કેફી પીણા વહેંચતા ત્રણ વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જેમાં આ પીણું આલ્કોહોલનું પ્રમાણ ધરાવે છે પંરતુ જુદા જુદા ડ્રિન્કની આડમાં તેને યુવાનો અને દેશી દારૂ અથવા નશા યુક્ત દ્રવ્યોની બદલે વહેંચવામાં આવે છે.

  જેથી પોલીસ પણ તેમાં કોઈ દખલ અંદાજી ન કરે પરન્તુ મોરબીમાં પોલીસે આ સોફ્ટ ડ્રિન્કની આડમાં નશાયુક્ત કારોબાર કરતા વેપારીઓ અને દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી ચેકીંગ શરૂ કર્યું છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક ઇસમો પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ શક્યાંતાઓ સેવાઇ રહી છે..
  Published by:Kaushal Pancholi
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ