CM રૂપાણીએ કોરોનાના વધતા કહેર વચ્ચે લીધી મોરબીની મુલાકાત, જણાવ્યું 3 Tનું મહત્ત્વ

  • Share this:
    અતુલ જોશી, મોરબી :ગુજરાત (Gujarat) સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો (Coronavirus) કહેર વધ્યો છે. ત્યારે આજે સીએમ વિજય રૂપાણી  (CM Vijay Rupani) અને ડે. સીએમ નીતિન પટેલે (Deputy CM Nitin Patel) મોરબીની (Morbi) મુલાકાત લીધી હતી. જેમાં વેન્ટિલેટર, બેડ અને રેમડીસીવીર ઇન્જેક્શન તેમજ ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સીએમએ 20 મહાનગરોમાં રાતે કરફ્યૂ  (Night curfew) કેમ કરવામાં આવ્યો છે તે અંગે પણ નિવેદન આપ્યું છે.

    મોરબી જીલ્લામાં કોરોનાની સ્થિતિએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેના પગલે સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ મોરબી જિલ્લાની મુલાકાતે દોડી આવ્યા હતા. જેમાં મોરબી આવી સીએમ વિજય રૂપાણીએ મોરબી જીલ્લા કલેક્ટર, આરોગ્ય વિભાગ અને જીલ્લા પ્રભારી મનીષા ચંદ્રા સાથે મુલાકાત લઈ અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જેમાં સીએમ વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ મોરબી જીલ્લાની સમીક્ષા વહીવટી તંત્ર સાથે કરી છે અને મોરબી સિવિલ હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર બેડ, દવાઓ, રેમડીસીવર ઇન્જેક્શન અને ટેસ્ટ ટ્યૂબની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે 700 રેમડીસીવર ઇન્જેક્શન મોરબી જીલ્લામાં આપવામાં આવ્યા છે અને આવતીકાલે પણ 700 ઇન્જેક્શન પાછા આપવામાં આવશે.બીજી બાજુ રેમડીસીવરના ડોઝ તમામ લોકોએ લેવાના નથી કેમ કે, તેની આડ અસરો પણ ડોકટરોએ નોંધી છે.

    અમદાવાદની અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ, કલરકામ કરતા ત્રણ લોકોનું કરાયું રેસ્ક્યૂ

    તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ મોરબી જીલ્લા માટે આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય એ માટે આરોગ્ય મંત્રી અને ડે. સીએમ નીતિન પટેલ સાથે મોરબીની મુલાકાત લીધી છે. જે આગામી સમયમાં સ્થિતી થાળે પડી જશે તેંમજ માસ્ક અને કન્ટેનમેન્ટ ઝોનના નિયમો પાળવા પણ પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે. જેના પગલે મોરબી જીલ્લામાં આગામી સમયમાં કોરોના વધતો અટકાવી શકાય છે.

    સુરતમાં કોરોનાએ કરી ભયાવહ સ્થિતિ: 'સ્વજનની અંતિમક્રિયા માટે 19 કલાકથી રાહ જોઇ રહ્યાં છે હજી વારો નથી આવ્યો'

    તેમણે રાતના કરફ્યૂ અંગે જણાવ્યું કે, 20 નગરોમાં જેમાં મોરબી પણ સામેલ છે તેમાં રાતે કરફ્યૂ ચાલુ કર્યું છે. જેથી ગરમીમાં લોકો બનિજરૂરી રાતે બહાર ન નીકળે અને સંક્રણ વધે નહીં. આ ઉપરાંત સીએમ રૂપાણીએ ત્રણ ‘T’અંગે જણાવતા કહ્યું હતું કે, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધવાનું છે. જેમાં કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.



    આ ઉપરાંત સાચા આંકડા બતાવવામાં કેમ નથી આવી રહ્યા આવું પૂછતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તમામ આંકડા સાચા જ બતાવવામાં આવી રહ્યા છે. આંકડા છુપાવવાનો કોઈ મતલબ જ નથી અને રાજ્ય સરકાર દ્વારા આ તમામ મુદ્દે હાલ બેઠક કરી અને મોરબી જિલ્લાની સ્થિતિ સુધરે તેમજ હાલ પણ મોરબી ની સ્થિતિ કન્ટ્રોલમાં છે તેવું જણાવ્યું હતું.
    Published by:Kaushal Pancholi
    First published: