અતુલ જોશી, મોરબી : મોરબી જીલ્લામાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. વહીવટી તંત્ર અને જુદી જુદી સામાજીક સંસ્થાઓ પણ રાત દિવસ એક કરી આ મહામારી સામેની લડાઈમાં ખભે ખભા મિલાવી યોગદાન આપી રહ્યાં છે. દરેક વ્યક્તિ માટે પોતાનો જન્મદિવસ ખાસ હોય છે અને લોકો જન્મદિવસની અનેકો પ્રકારે ઉજવણી કરતાં હોય છે. ત્યારે હાલ કોરોના મહામારી વચ્ચે મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા તથા મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશ ભાઓ કૈલાની લાડકી દીકરી રાગીના જન્મદિવસ પ્રસંગે પરિવારજનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
પરિવાર દ્વારા પુત્રી રાગીનાં જન્મદિવસ નિમિત્તે હાલ મોરબીમાં વિવિધ સંસ્થાઓ અને સમાજ દ્વારા ચાલતા કોવિડ સેન્ટરોમાં આર્થિક રીતે મદદરૂપ થવાનાં ઉમદા વિચાર સાથે નવ કોવિડ સેન્ટરોમાં 99999 રૂપિયાની આર્થિક સહાય તથા 100 રેપિડ ટેસ્ટ કિટ આપી પુત્રી રાગીનાં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી કોરોના કાળમાં પોતાનું યોગદાન આપી લોકોને મદદરૂપ બન્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં હાલ કોરોનાની સ્થિતિ ભયંકર ચાલી રહી છે. આવા કપરા સમયે લોકો પણ પોતાની યથાશક્તિ મુજબ સેવા માટે આગળ આવી રહ્યા છે. મોરબીમાં ઝડપથી કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના લોકો દ્વારા કરવામાં લોકો આવી રહી છે. લોકો પણ સેવા માટે આગળ આવે એ માટે અપીલ કરાઈ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર