Home /News /gujarat /

મોદી ફરીથી PM બનતા મોરબીના ખેડૂતે પૂરી કરી પોતાની માનતા

મોદી ફરીથી PM બનતા મોરબીના ખેડૂતે પૂરી કરી પોતાની માનતા

  અતુલ જોશી, મોરબીઃ  મોરબી સહિત સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારે મોરબીમાં એક ખેડૂતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે હનુમાનજીની માનતા રાખી હતી, જે પૂરી થતા તેણે મંદિરે 10 શેરનો મણીદો અર્પણ કર્યો હતો.

  મોરબી એવું શહેર છે જ્યારે દેશમાં પહેલીવાર નરેન્દ્ર મોદીનું મંદિર બાંધવામાં આવ્યું હતું. હવે એક ખેડૂતે નરેન્દ્ર મોદી માટે ચૂંટણી પહેલા માનતા પણ રાખી હતી, મનોકામના પૂર્ણ થતા તેણે ખેડૂતે હનુમાનજીના મંદિરે 10 શેરનો મણીદો અર્પણ કર્યા હતો બાદમાં મણિદાની પ્રસાદી સ્નેહીજનોને જમાડી હતી.

  અહીં ક્લિક કરી વાંચોઃ અગ્નિકાંડમાં એક દીકરી કદાચ અધિકારીની કે નેતાપુત્રી હોત તો શું થાત?

  હળવદમાં રહેતા રમેશભાઇ ઠાકોર ખેતમજૂરી કરે છે. રમેશભાઈએ આ લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવીને નરેન્દ્ર મોદી વિજયી બનીને ફરી વડાપ્રધાન બને તે માટે તેમણે ચૂંટણી પહેલા 10 શેર મણિદો રાતકડી હનુમાનજીને ચડાવવાની માનતા માની હતી. ત્યારે મોદી ફરી વડાપ્રધાન બનતા તેમની મનોકામના ફળીભૂત થઈ હતી અને તેમણે 10 શેર મણિદાનો પ્રસાદ હનુમાનજીને ધર્યો હતો બાદમાં તેનો પ્રસાદ સ્નેહીજનોને જમાડીને માનતા પૂર્ણ કરી હતી.

  જો કે મોરબીમાં વાંકાનેર આમ વાદી વસાહતમાં નરેન્દ્ર મોદીનું મંદિર બનાવી ફોટાની પૂજા કરવાથી લઇને નરેન્દ્ર મોદીની જીત માટે ઠેર ઠેર માનતા , તાવા અને ભુવા તેમજ માતાજીના માંડવાને કારણે ચર્ચામાં આવી ચૂક્યું છે. સામાન્ય ખેડૂત દ્વારા કરવામાં આવેલી આવી માનતાના કિસ્સાએ હળવદ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે અને ફરીવાર મોરબી જીલ્લો મોદીની ચર્ચામાં અવકાશમાં આવ્યો છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: BJP Win, Lok Sabha Election, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

  આગામી સમાચાર