બે દિવસ પહેલા આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસુ બેસતા હવામાન વિભાગે સમગ્ર દેશમાં ચોમાસું બેસવાની તારીખો જાહેર કરતા જણાવ્યું હતું કે કચ્છમાં 25 જૂનના ચોમાસુ બેસશે.
Dhairya Gajara Kutch: ઉનાળો પોતાના પુર પ્રકોપે કચ્છમાં (Kutch Summer) ગરમીનો કહેર વરસાવી રહ્યો છે. હાલ છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં ઘટાડો (Kutch Temperature) થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) આ વર્ષના ચોમાસુ (Monsoon in India) શરૂ થવાની સંભવિત તારીખ આપતા જણાવ્યું છે કે કચ્છમાં ચોમાસુ (Monsoon in Kutch) 25 જૂન સુધીમાં બેસશે.
દર વર્ષે કચ્છમાં જૂન મહિનાની અંત અથવા જુલાઈ મહિનાની શરૂઆતમાં ચોમાસુ બેસે છે. ત્યારે મંગળવારે ભારતીય હવામાન વિભાગે સમગ્ર દેશમાં ચોમાસું બેસવાની તારીખો જાહેર કરી હતી. દેશમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસુબે દિવસ પહેલા અંદામાન નિકોબારના ટાપુઓ પર બેસી ગયું છે. અને હવે ધીમે ધીમે દેશના પશ્ચિમી ખૂણા તરફ પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે કચ્છ સુધી પહોંચવામાં તેને હજુ પાંચ અઠવાડિયા લાગી જશે. હવામાન વિભાગ પ્રમાણે તારીખ 25 જૂનના કચ્છમાં ચોમાસુ બેસશે.
Advancement of Southwest Monsoon:
• The Northern Limit of Southwest Monsoon continues to pass through 5°N/80°E, 8°N/85°E, 11°N/90°E, Long Islands and 14.8°N/97.5°E. pic.twitter.com/MZVCyo1B9k
— India Meteorological Department (@Indiametdept) May 17, 2022
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ મુજબ આ વર્ષે ચોમાસુ વહેલુંબેસવાનુંછે ત્યારે ખેડૂતોમાં એક આશાનું કિરણ જાગ્યું છે. ચોમાસાની જાહેરાત થતા જ કચ્છમાં ઠેર ઠેર ખેડૂતોએ ચોમાસુવાવેતરની તૈયારીઓ પણ આદરી છે. જો કે, ગત વર્ષે અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ઘણી નુકસાની ગઈ હતી તો આ વર્ષે ચોમાસામાં નિયમિત રીતે સારી માત્રામાં વરસાદ વરસે તેવી ખેડૂતોએ ઈચ્છા દર્શાવી હતી.
જો હાલની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં ગરમી લોકોને બેહાલ કરી રહી છે. રાજ્યના અમુક શહેરોમાં 47 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો હતો. પણ છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ ઘટતા લોકોને થોડી રાહત મળી છે. મંગળવારે કચ્છના મુખ્યમથક ભુજમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું જે આજે બુધવારે વધીને 40 ડિગ્રી પહોંચવાની સંભાવના છે. કંડલા ખાતે પણ મંગળવારે મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું તો બીજી તરફ કચ્છના નલિયામાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતા શનિવાર 21 તારીખથી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. ભુજનુંમહત્તમ તાપમાન 38 ડિગ્રી પહોંચશે, કંડલાનું 34 ડિગ્રી તો સાથે જ નલિયાનું મહત્તમ તાપમાન પણ 35 ડિગ્રી સુધી ગગડશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર