Home /News /gujarat /

રાજકોટ: ધોળે દિવસે લુખ્ખા તત્વોનો આતંક: સરાજાહેર સગીર વિધાર્થિની સાથે કર્યું ન કરવાનું કામ

રાજકોટ: ધોળે દિવસે લુખ્ખા તત્વોનો આતંક: સરાજાહેર સગીર વિધાર્થિની સાથે કર્યું ન કરવાનું કામ

પ્રતીકાત્મક તસવીર

Minor girl student teasing: વિદ્યાર્થિનીએ તેની સાથે ગેરવર્તન કરવાનું ના પાડતાં બંને શખ્સોએ વિદ્યાર્થીને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાજકોટ (Rajkot) શહેરમાં ફરી એક વખત લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. રાજકોટ શહેરના કોટેચા ચોક પાસે આવેલા સીટી બસ સ્ટોપ પર બસની રાહ જોઈને ઉભેલી વિદ્યાર્થીની સાથે બે જેટલા શખ્સો દ્વારા છેડતી (minor girl student teasing case) કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના કોટેચા ચોક પાસે આવેલા સિટી બસ સ્ટોપ પર સગીર વયની વિદ્યાર્થિની બસની રાહ જોઇને ઉભી હતી. આ સમયે લક્ષ્મીના ઢોળા પર રહેતા બે છોકરાઓએ તેની સાથે અડપલા કરી તેની છેડતી કરી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ તેની સાથે ગેરવર્તન કરવાનું ના પાડતાં બંને શખ્સોએ વિદ્યાર્થીને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે વિદ્યાર્થિનીએ બનાવ અંગે પરિવારને જાણ કરતાં પરિવારજનો દ્વારા સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 આ પણ વાંચો - નડિયાદમાં બાળક લે-વેચના રેકેટનો પર્દાફાશ, મહિલા પીએસઆઇએ ડમી માતા બની આ રીતે આરોપીઓ પકડ્યા

પરિવારજનોની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે અનુજ મકવાણા અને તનીકેશ વાળા સામે કલમ 354 (a), 504, 506 (2), તથા પોક્સો ની કલમ હેઠળ ગુનો આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 18ઓગસ્ટના રોજ બપોરના બાર વાગ્યા આસપાસ વિદ્યાર્થીની શાળાએથી છૂટીને કોટેચા ચોકમાં આવેલ બસ સ્ટોપ પર બસની રાહ જોતી ઊભી હતી. આ સમયે અનુજ અને તનીકેશ તેની પાસે આવ્યા હતા અને તેની સાથે બિભત્સ વાતો કરવાની ચાલુ કરી હતી.

દરમિયાન વિદ્યાર્થિનીની આ પ્રકારની બીભત્સ વાતો કરવાની ના પાડતા બન્ને શખ્સો દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. બાદમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે સગીર વયની વિધાર્થિની સાથે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરનારા બન્ને નરાધમો ક્યારે ઝડપાય છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

થોડા દિવસ પહેલા શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો 

થોડા દિવસ પહેલા રાજકોટમાં શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. હોટેલ પાર્ક ઇનમાં છેલ્લા બે માસથી એક સગીરા હોટલમાં રહેતી હોવાની બાતમી મુંબઈના એનજીઓ દ્વારા રાજકોટ સમાજ સુરક્ષા વિભાગ અને ત્યારબાદ રાજકોટ મહિલા પોલીસને આપવામાં આવી હતી. બાતમીના આધારે હોટલમાંથી 16 વર્ષીય સગીરાનું રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ સગીરાને હોમ ફોર ગર્લ્સ મૂકવામાં આવી હતી. જ્યાં તેનું કાઉન્સેલિંગ કરી તેનું નામ ઠામ તેમજ તેના પરિવારજનો અંગે વિગત પણ મેળવવામાં આવી હતી. સમગ્ર મામલે સગીરાની માતા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે હોટલમાં સંતોષકુમાર હરિસિંગ કુશવાહ નામના શખ્સ દ્વારા વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Minor girl, ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन