Home /News /gujarat /

રાજકોટ : કોરોનાના કારણે જીમના સંચાલકોને પડ્યો લાખો રૂપિયાનો ફટકો

રાજકોટ : કોરોનાના કારણે જીમના સંચાલકોને પડ્યો લાખો રૂપિયાનો ફટકો

રાજકોટ : કોરોનાના કારણે જીમના સંચાલકોને પડ્યો લાખો રૂપિયાનો ફટકો

જો ગ્રાહકો કોરોનાના ડરના કારણે નહીં આવે તો જીમ ખુલ્યા બાદ પણ તેમને નુકશાની વહોરવાનો વારો આવશે

રાજકોટ : કોરોના વાયરસનાં કારણે હજુ પણ કેટલાક ધંધા રોજગાર બંધ છે. ત્યારે જીમ પણ એક એવો વ્યવસાય છે, જેને લોકડાઉન પાર્ટ 4 અંતર્ગત પણ છુટ આપવામાં આવી નથી. ત્યારે બે મહિનાથી પણ વધુ સમયથી જીમ બંધ હાલતમાં છે. જેના કારણે જીમ સંચાલકોને લાખો રૂપિયાની નુકશાની વહોરવાનો વારો આવ્યો છે.

લૉકડાઉન પાર્ટ 4 અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મોટાભાગના વેપાર-ધંધા ઉદ્યોગને ખોલવાની મંજૂરી આપી છે. જેના કારણે છેલ્લા 11 દિવસથી ગુજરાત રાજ્યની તમામ જીઆઇડીસી, દુકાનો, વેપાર-ધંધા ખૂલી ચૂક્યા છે પરંતુ જીમ છેલ્લા બે મહિનાથી બંધ હાલતમાં છે. જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકશાન પણ થવા પામ્યું છે.

આ પણ વાંચો - લો હવે આવી ગયું ઓટોમેટિક કોન્ટેક્ટ લેસ હેન્ડ સેનિટાઈઝર મશીન

જીમના માલિક હિરેન કોટડીયા અને રાજ ચુડાસમાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જીમ એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ અને જિલ્લા કલેકટર રેમ્યા મોહનને જીમ ખોલવાની મંજૂરી આપવા માટે આવેદનપત્ર પણ આપ્યું છે. પરંતુ હાલ અમને ચિંતા સતાવી રહી છે કે જો અમે જીમ ખોલ્યું તો જીમમાં લોકો કસરત કરવા આવશે કે કેમ? જે સભ્યોએ વાર્ષિક ફી ભરી દીધી છે તે ચોક્કસ જીમ શરૂ થતા આવશે પરંતુ જે લોકો મંથલી પેમેન્ટ કરીને જીમમાં આવે છે તેવા લોકોની સંખ્યા ખૂબ મોટી છે ત્યારે તે લોકો આવશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે.

બીજી તરફ જીમ ખુલતાની સાથે રાજકોટમાં મોટા ભાગના જીમ રેન્ટ પ્રોપર્ટીમાં શરૂ છે ત્યારે જો જીમ ખુલશે તો તેમણ પૂરે પૂરુ રેન્ટ ચૂકવવું પડશે. બીજી તરફ જો ગ્રાહકો કોરોનાના ડરના કારણે નહીં આવે તો જીમ ખુલ્યા બાદ પણ તેમને નુકશાની વહોરવાનો વારો આવશે ત્યારે હવે 1 જૂનથી જીમ ખુલશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Gym, કોરોના, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन