Home /News /gujarat /

Surendranagar: ઘરમાં પડેલા બે લાખ રૂપિયાની લાલચમાં પુત્રએ ગળું કાપી માતાની હત્યા કરી નાંખી

Surendranagar: ઘરમાં પડેલા બે લાખ રૂપિયાની લાલચમાં પુત્રએ ગળું કાપી માતાની હત્યા કરી નાંખી

"જર, જમીન અને જોરૂ આ ત્રણેય કજીયાના છોરૂ" આ કહેવતને સાચી સાબીત કરતો કિસ્સો મેરા ગામમાં બન્યો છે.

બનાવ અંગે મૃતકના પુત્ર બાબુએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં પરંતુ વૃદ્ધ દંપતિપર હુમલો કરી હત્યા કરવા અંગે કોઇ નક્કર કડી મળતી ન હતી પરંતુ ફરીયાદ બાબુની હિલચાલ શરૂઆતથી શંકાસ્પદ લાગતી હતી

  અક્ષય જોશી, સુરેન્દ્રનગર:  પાટડી તાલુકા (Patadi Taluka)ના મેરા ગામે દંપતિ પર હુમલો કરી મહિલાની ગળુકાપી હત્યા (Murder) કરી દેવામાં આવી હતી. જ્યારે મહિલાના પતિને ગંભીર ઇજાઓ થઇ હતી. મેરા ગામના આ ચકચારી બનાવનો ભેદ સુરેન્દ્રનગર પોલીસે (Surendranagar Police) ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હત્યા (Patadi Murder case) કરનાર ખુદ મૃતક મહિલાનો સાવકો પુત્ર (Son Killed Mother)જ નીકળ્યો છે. કપુત દીકરાએ પિતા પાસે રહેલા રૂપિયા બે લાખ લેવા માટે સાવકી માતા અને પિતાની હત્યાનો પ્લાન કર્યો હતો.

  "જર, જમીન અને જોરૂ આ ત્રણેય કજીયાના છોરૂ" આ કહેવતને સાચી સાબીત કરતો કિસ્સો મેરા ગામમાં બન્યો છે. મેરા ગામમાં રહેતા પાલાભાઇ હીરાભાઇ વાઘેલા અને તેમના પત્ની ગજરાબેન પર તારીખ 10 જૂનના રોજ હુમલાનો બનાવ બન્યો હતો, જેમાં ગજરાબેનની ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે પાલાભાઇએ હુમલાખોર સામે પ્રતિકાર કરતા હુમલાખોર ફરાર થઇ ગયાં હતાં. પાલાભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવાયા હતાં.

  આ પણ વાંચો- અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત

  બનાવ અંગે મૃતકના પુત્ર બાબુએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં પરંતુ વૃદ્ધ દંપતિપર હુમલો કરી હત્યા કરવા અંગે કોઇ નક્કર કડી મળતી ન હતી પરંતુ ફરીયાદ બાબુની હિલચાલ શરૂઆતથી શંકાસ્પદ લાગતી હતી, તેમજ જ્યારે હુમલો થયો તે સમયે બાબુ ઘરના ધાબા પર હોવાનુ જણાવ્યું હતુ પરંતુ શોરબકોર થવા છતાં બાબુને છેક છેલ્લે હુમલા અંગે જાણ થઇ તેવુ જણાવ્યું હતુ. તેમજ પોલીસની પુછપરછમાં પણ અલગ-અલગ જવાબો મળતા બાબુ શંકાના દાયરામાં આવ્યો હતો. આથી પોલીસે ઉંડાણપૂર્વક પુછપરછ હાથ ધરતા અંતે ભાંગી પડ્યો હતો અને હત્યા અંગેની સીલસીલાબંધ વિગતો પોલીસને જણાવી હતી. જેમાં જણાવ્યું હતુ કે બાબુના પિતા પાલાભાઇએ થોડા સમય પહેલા તેમની કૌટુંબિક જમીન વેચી હતી. જેમાં રૂપિયા 8 લાખ જેટલી રકમ મળી હતી. જેમાંથી બે દિકરીઓને દોઢ દોઢ લાખ આપ્યા હતા અને મધ્યપ્રદેશમાં રહેતા બીજા દિકરાને દોઢ લાખ આપ્યા હતા. તેમજ દોઢ લાખ રૂપિયાની એક કાર ખરીદી હતી.

  આ પણ વાંચો- સુરતમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકના અંગોએ પાંચ લોકોને નવજીવન આપ્યું

  બાકી વધેલા રૂપિયા બે લાખ પિતાએ તેમની પાસે રાખતા બાબુની નજર તે રૂપિયા પર હતી અને આ રૂપિયાને લઇને અવારનવાર પિતા પુત્ર વચ્ચે માથાકુટ પણ થતી હતી પરંતુ પિતાએ બે લાખ રૂપિયા ના આપતા અંતે કપુત દિકરાએ સાવકી માતા અને પિતાની હત્યા કરી બે લાખ રૂપિયા લઇ લેવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેને તેના મિત્ર ગાજણવાવમાં રહેતા જગદીશ ઉર્ફે જગો લવજીભાઇ ચાવડાને પણ સામેલ કર્યો હતો. 10 જુને બન્નેએ સાથે મળી બેવડી હત્યા કરવા પહોંચી ગયા હતા પરંતુ સાવકી માતા ગજરાબેનને ગળાના ભાગે છરી મારતા દેકારો થતાં પાલાભાઇ જાગી ગયા હતા અને તેમણે હત્યા કરવા આવેલા જગદીશને પાટુ મારતા જગદીશ ભાગી છુટ્યો હતો. જ્યારે બાબુ થોડી વારમાં પરત આવી ઘર પાસે એકઠા થયેલા લોકોના ટોળામાં ભળી જાણે કાંઇ બન્યુ જ ન હોય તેવો દેખાવ કરવા લાગ્યો હતો.

  નિર્દોષ માતા પિતા પર હુમલો કરનાર આ કપૂતનું પાપ છાપરે ચડીને પોકાર પાડતા અંતે પોલીસે બાબુ અને જગદીશને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પરંતુ રૂપિયા ખાતર સગા બાપની હત્યા કરવા તૈયાર થયેલા હત્યારા દીકરા પર સમગ્ર પંથકના લોકોએ ફીટકારની લાગણી વરસાવી હતી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarati news, Surendra Nagar, Surendranagar Crime, Surendranagar police, સુરેન્દ્રનગર

  આગામી સમાચાર