Home /News /gujarat /સુરેન્દ્રનગર: 48 વર્ષનાં શિક્ષક અને 19 વર્ષની વિદ્યાર્થિનીએ સજોડે ટૂંકાવ્યું જીવન, યુવતીનાં સેંથામાં સિંદુર, હાથમાં ચૂડા હતા

સુરેન્દ્રનગર: 48 વર્ષનાં શિક્ષક અને 19 વર્ષની વિદ્યાર્થિનીએ સજોડે ટૂંકાવ્યું જીવન, યુવતીનાં સેંથામાં સિંદુર, હાથમાં ચૂડા હતા

મૃતકની ફાઇલ તસવીર

48 વર્ષના દિનેશભાઈ દલવાડીના કલાસમા 19 વર્ષની શ્રધ્ધા મહેશભાઈ ચાવડા નામની વિદ્યાર્થીની ધોરણ 10થી તેમની સાથે ભણવા આવતી હતી

સુરેન્દ્રનગર: રતનપરામાંથી એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરનાં (SurendraNagar) રતનપરમાં ટ્યૂશન ચલાવતા 48 વર્ષનાં શિક્ષક અને 19 વર્ષની વિદ્યાર્થિનીએ (teacher student suicide) શિવધારા ક્લાસીસમાં એકસાથે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. શુક્રવારે સવારે બંનેએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ બંનેની ત્રણ પાનની સ્યુસાઇડ નોટ (suicide note) પણ મળી છે. જેમાં બંનેએ પોતાના પરિવાર પાસે માફી માંગી છે.

ધોરણ 10થી ભણવા આવતી હતી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રતનપરમાં રહેતા 48 વર્ષના દિનેશભાઈ અંબારામભાઈ દલવાડીના કલાસમા 19 વર્ષની શ્રધ્ધા મહેશભાઈ ચાવડા નામની વિદ્યાર્થીની ધોરણ 10થી તેમની સાથે ભણવા આવતી હતી. આ દરમિયાન બંનેની આંખો મળી ગઇ હતી. દિનેશભાઈ પરિણિત હતા અને તેમનો પણ શ્રદ્ધા જેટલો જ 19 વર્ષનો પુત્ર કોલેજમાં અભ્યાસ કરે છે. આથી બંનેનાં લગ્ન શક્ય નહોતાં તથા પરિવારજનો અને સમાજ પણ નહીં સ્વીકારે તેવું માનીને શુક્રવારે બંનેએ ક્લાસીસમાં ધાબાના હૂક સાથે દુપટ્ટા બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

'મરવા જાઊં છું, હું એ રીતે મરીશ કે તમને મળીશ પણ નહીં': અમદાવાદ ASIનાં પુત્રી અચાનક થયા ગુમ

સેંથામાં સિંદુર અને મંગળસુત્ર પણ પહેર્યું હતું

શિવધારા ટયુશન કલાસ સવારે 11 વાગે શરૂ થાય છે. શ્રધ્ધા અને દિનેશભાઈ સવારે સાત વાગ્યે જ કલાસમાં આવી ગયા હતા. શ્રદ્ધા ઘરેથી નવાં કપડા-ચૂડો પહેરીને આવી હતી. તેવી જ રીતે દિનેશે પણ નવાં કપડાં પહેર્યાં હતાં. ઘટનાસ્થળે શ્રધ્ધાએ સેંથામાં સિંદુર પુરીને, મંગળસુત્ર પહેર્યુ હતુ. પોલીસને સાડા દસે આ અંગેની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. બન્નેની સુસાઈડ નોટ પોલીસને મળી છે. શ્રધ્ધાએ પોતાની સુસાઈડ નોટમાં ભાઈને ભણવામાં ધ્યાન આપવાનુ કહેલ હોવાનુ તથા પપ્પા-મમ્મી, દાદા-દાદીને પાસે માફી માંગી છે.

આ સાથે લખ્યું છે કે, પપ્પાની ઈચ્છા મને બેંકમાં નોકરી અપાવીને સારા ઘરમાં પરણાવવાની હતી, જેમાં હું ખરી ઉતરી નથી તે બદલ માફી માંગું છું. તમે બધા મારા ઉપર શંકા કરતા હતા તે વાત સાચી હતી હું ખોટુ બોલીને આ સંબંધોને છુપાવતી હતી. ત્રણ પાનાની સુસાઈડ નોટમાં એક શાયરી પણ લખી છે કે, સમજે તેને સમજાશે બાકી લફરૂ ગણાશે, અનુભવ્યુ છે કે, આ પ્રેમ સાચો છે.

રાજકોટ: નજીકના સ્વજન ગુમાવનાર, કોરોનાથી સંક્રમિત થનારા લોકોને લાગે છે ભીડનો ડર!

બંનેએ પરિવારની માફી માંગી હતી

બંનેએ લખ્યું હતું કે અમારે મનમેળ થઈ ગયો છે. એકબીજાને મૂકી શકીએ તેમ નથી. અમે એક થઈ શકીએ તેવી કોઈ શક્યતા નથી. અમારી પાસે બીજું કોઈ પગલું નથી.

કારણ કે સમાજ અમને સ્વીકારશે નહીં. આથી આ અંતિમ પગલું ભરીએ છીએ. સમાજ થોડો સમય વાતો કરશે. અમે આ ભૂલ કરીએ છીએ અમારાં અરમાન પૂરાં થાય તેમ નથી એટલે આ છેલ્લું પગલું ભરીએ છીએ. અમને માફ કરી દેજો.
First published:

Tags: Love, Surendranagar, આત્મહત્યા, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો