Home /News /gujarat /

Jamnagar Crime: પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ: ભુજથી જામનગર લાવી પ્રેમિકાએ પુત્ર સાથે મળી પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

Jamnagar Crime: પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ: ભુજથી જામનગર લાવી પ્રેમિકાએ પુત્ર સાથે મળી પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

પ્રેમીકા અને મૃતક પ્રેમીની તસવીર

Jamnagar news: મૃતકની બેન કિરણ નાયડુએ જીગ્નેશ સાથેના સંબંધોને લઈને અત્યારની વારદાત બાદ જીજ્ઞા તેના ભાઈને એમ.ડી. ડ્રગ્સ આપીને મારી નાખવાાની છે તેવી અગાઉ ધમકી આપતા હોવાની પણ વાત મીડિયા સમક્ષ કરી છે.

  કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં (Jamnagar crime) પ્રેમસંબંધમાં વિપ્ર યુવાનની હત્યાની (murder) ઘટના સામે આવી છે. પ્રેમિકાએ અને તેના પતિ અને પુત્ર સહિતનાઓએ સાથે મળી મેહુલ નામના યુવાનની હત્યા કરતા સનસનાટી મચી ગઇ છે.

  જામનગર શહેરમાં પ્રેમસંબંધમાં વિપ્ર યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જામનગરના સેન્ટ્રલ બેંક પાસે આવેલા મઠફળીમાં રહેતાં અને હાલ ભુજથી યુવાનનું અપહરણ કરી તેની પ્રેમિકાએ પતિ તથા પુત્ર સહિતના શખ્સો સાથે મળી મોડીરાત્રે વિક્ટોરિયા પુલ પાસે હુમલો કરતા ગંભીર હાલતમાં 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાતા તેમની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. આ ઘટનામાં સીટી એ-ડીવી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી દંપતી સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

  મૃતકનો પરિવાર


  જામનગરના વિક્ટોરિયા પુલ પાસે આજે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય નામના 45 વર્ષીય યુવકને ભુજના દાંડા બજાર પાસે આવેલ ઘરમાં રહે છે. મૃતકના પિતા હરગોવિંદભાઈના જણાવ્યા પ્રમાણે, ભુજના માધાપર હાઇવે પરના દિપક પેટ્રોલ પંપ પાસે રસ્તા પરથી ગુરુવારે બપોરે જમુના ઉર્ફે જીજ્ઞા બદિયાણી અને તેના પુત્ર  અને તેના મિત્ર સાથે આવી ઉપાડી લઇ ગયા હતા. છેલ્લા 4 વર્ષથી મેહુલ અને જમુના વચ્ચે સારા સબંધો હતા અને અવારનવાર મળવા આવતી હતી.

  મૃતકની બહેન


  અચાનક જ ભુજથી જામનગર આવવા નીકળ્યા બાદ જીજ્ઞાના પતિને ફોન કરીને પૂછ્યું હતું ત્યારે, કોઈપણ પ્રત્યુત્તર આપ્યો ન હતો. બાદમાં રસ્તામાંથી જિજ્ઞાએ ફોન કરીને કહ્યું કે, દરબારગઢ પોલીસ ચોકીએ જાવ તમારો છોકરો ત્યાં મળી જશે. 10 મિનિટ બાદ પછી ફોન કરીને વિક્ટોરિયા પુલ જવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે, મેહુલના હાથ-પગ ભાંગી નાખ્યા છે. મોડી રાત્રે હરગોવિંદભાઈ વિક્ટોરિયા પુલ પહોંચ્યા હતા. ત્યારે લોહી લુહાણ હાલતમાં કપડાં વગર હતો.અને 108 એમ્બ્યુન્સ બોલાવી હોસ્પિટલમાં લાવતા મૃત્યુ નિપજ્યું હતું.

  મૃતકના પિતા


  ત્યાર બાદ સીટી એ.ડિવિઝન પોલીસે તાત્કાલિક પહોંચી હત્યાના આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ મૃતકની બેન કિરણ નાયડુએ જીગ્નેશ સાથેના સંબંધોને લઈને અત્યારની વારદાત બાદ જીજ્ઞા તેના ભાઈને એમ.ડી. ડ્રગ્સ આપીને મારી નાખવાાની છે તેવી અગાઉ ધમકી આપતા હોવાની પણ વાત મીડિયા સમક્ષ કરી છે. મૃતક મેહુલ અને તેની પ્રેમિકા જીજ્ઞા સાથેના ફોટાઓ અને અપહરણ અને હત્યાના બનાવ દરમિયાન કેટલાક કોલના ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા છે. જેને લઇને સનસનાટી મચી ગઇ છે.

  આ પણ વાંચો - અમદાવાદમાં સુરતવાળી થતાં રહી ગઇ, ગ્રીષ્માની જેમ યુવતીને છરીથી મારવાની ધમકી આપનાર ઝડપાયો

  જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા લુહારસાર રોડ પરની મઠફળીમાં રહેતો મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય (ઉ.વ.45) નામના છૂટક ધંધો કરતા યુવાનને જામનગરમાં રહેતી જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ બન્નેના પરિવારજનોને થઈ ગઈ હતી. જેના કારણે બન્ને પ્રેમીઓ વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતાં.

  આ પણ વાંચો - સુરત: માતાપિતા કામ પર હતા, ઘરમાં 10 વર્ષની દીકરીની એકલતાનો લાભ લઇ અજાણ્યો વ્યક્તિ દુષ્કર્મ આચરીને ભાગી ગયો

  બીજીબાજુ જમના અને તેણીના પતિ નરેશ વચ્ચે મેહુલના પ્રેમસંબંધના કારણે થતા ઝઘડાઓનો અંત આણવા તેનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કરી ગત રાત્રીના મેહુલને વિકટોરિયા પુલ નજીક બોલાવી નરેશ બદિયાણી, જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી,  નરેશ બદિયાણી અને પુત્ર, પુત્રના મિત્રોએ માથામાં તથા આંખ ઉપર હુમલો કરતા તેને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મેહુલનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

  આ અંગેની જાણ થતા સીટી એ-ડીવી. પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પિતા હરગોવિંદભાઈ આચાર્યના નિવેદનના આધારે નરેશ બદિયાણી અને તેની પત્ની જમના ઉર્ફે જીજ્ઞા અને પુત્ર  સહિત  પાંચ શખ્સો વિરૂધ્ધ  ગુનો નોંધી તેઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Crime news, ક્રાઇમ, ગુજરાત, જામનગર, હત્યા

  આગામી સમાચાર