રાજકોટમાં કેરીના વેપારીઓને ત્યાં દરોડા, અખાદ્ય રીતે પકવેલી કેરીના જથ્થાનો નાશ કરાયો


Updated: June 1, 2020, 7:07 PM IST
રાજકોટમાં કેરીના વેપારીઓને ત્યાં દરોડા, અખાદ્ય રીતે પકવેલી કેરીના જથ્થાનો નાશ કરાયો
રાજકોટમાં કેરીના વેપારીઓને ત્યાં દરોડા, અખાદ્ય રીતે પકવેલી કેરીના જથ્થાનો નાશ કરાયો

અખાદ્ય 2.5 કિલો કાર્બાઈડ અને 1600 કિલો કાર્બાઇડથી પકવેલી કેરીનો જથ્થો મળી આવ્યો

  • Share this:
રાજકોટ : રાજકોટ મનપાની આરોગ્ય શાખાની ટીમે આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેરીના વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં શહેરના હનુમાન મઢી વિસ્તારમાં આવેલા રોયલ ફ્રૂટ્સવાળાને ત્યાં દરોડા પાડતા ગોડાઉનમાંથી અખાદ્ય રીતે પકવેલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો. દુકાનમાંથી અખાદ્ય 2.5 કિલો કાર્બાઈડ અને 1600 કિલો કાર્બાઇડથી પકવેલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે ઝડપાયેલી કેરી અને કાર્બાઇડનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને દંડની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ કેરીની સિઝન ચાલુ થઇ છે ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઇ ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, આવતીકાલે ભીમ અગિયારસ છે ત્યારે લોકો આ દિવસે કેરીનો ખાવામાં પ્રાસંગિક ઉપયોગ વધારે કરતા હોય છે. આથી કેરીનું વેચાણ વધુ રહે છે ત્યારે ગ્રાહકોને અખાદ્ય એટલે કે આરોગ્ય માટે ખતરારૂપ એવી કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીઓ વેચી દેવામાં આવતી હોય છે. જેના પગલે આજે આરોગ્ય વિભાગની ટીમે કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડીને કાર્બાઇડથી પકાવેલ 1600 કિલો અખાદ્ય કેરીનો જથ્થો ઝડપી લઇ તેનો નાશ કર્યો હતો.

આ પણ વાંચો - જુગાર રમવા નાની નાની ચોરી કરી, જેની કોઇ ફરિયાદ નહીં નોંધાતા મોટી રકમની ચોરી કરી

આરોગ્ય વિભાગની ટીમે હનુમાનમઢી ચોકથી એરપોર્ટ રોડ તરફના વિસ્તારમાં આવેલ રમીઝભાઇ મુસ્તાકભાઇ બુખારીના રોયલ ફ્રૂટમાં દરોડો પાડી કાર્બાઇડથી પકાવવામાં આવેલ 1600 કિલો કેરીનો જથ્થો ઝડપી તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત આ સ્થળેથી કેરી પકાવવામાં ઉપયોગમાં લેવાતો 2.5 કિલો કાર્બાઇડનો જથ્થો ઝડપી નિયમાનુસાર કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત સદરબજાર, મેંગો માર્કેટ વગેરે સ્થળોએ પણ કેરીના અખાદ્ય જથ્થા અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ગોંડલ માર્કેટયાર્ડમાં નવા તલની થઈ મબલક આવક

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડ માં નવા તલની અઢળક આવક થવા પામી છે. ગત વર્ષની સરખામણીએ પૂરતા ભાવો ન મળતા ખેડૂતોમાં ક્યાંક નારાજગી પણ જોવા મળી છે. ગોંડલ માર્કેટયાર્ડમાં અંદાજીત 18 થી 20 હજાર ગુણીઓની ઐતિહાસિક આવક થઈ છે., ગત વર્ષ કરતા આ વર્ષે તલના પાકનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતા ભારે પ્રમાણમાં તલની આવક જોવા મળી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા તલની હરાજી શરૂ થતાં તલના ભાવ હાલ 1500 થી 1600 રહ્યા હતા. જેને લઈ ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી.યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળાએ જણાવ્યું હતુ કે ગત વર્ષ કરતા આ વર્ષે વધુ પાક થતા અને એક્સપોર્ટની માંગ હાલ ઓછી હોવાથી હાલ બે હજાર જેવી જ ગુણી વેચાઈ રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રના મુખ્યત્વે ગોંડલ, જેતપુર, જામકંડોરણા, બગસરા,જૂનાગઢ, ઉના તેમજ ઘેડ પંથક સહિતના તાલુકાઓના ખેડૂતોનો માલ ગોંડલ માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યો છે. હાલ માંગ ઓછી હોવાને કારણે ખેડૂતોને ગતવર્ષ ની સરખામણીએ 200 થી 300 રૂપિયા ઓછા ભાવો મળે છે.
First published: June 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading