Home /News /gujarat /આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબશે, હોલસેલ ફ્રુટ માર્કેટમાં રોજની 30 ટ્રક સામે માત્ર 3 ટ્રકનું આગમન

આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબશે, હોલસેલ ફ્રુટ માર્કેટમાં રોજની 30 ટ્રક સામે માત્ર 3 ટ્રકનું આગમન

આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.

Mango Price: સૌથી મોંઘી કેરી રત્નાગીરી હાફુસ છે. જે કિલોના હિસાબે નહિં પરંતુ ડઝનના હિસાબે વેચાય છે. ગત વર્ષે જે કેરી રૂ .1500 ના ભાવે 3 થી 4 ડઝન મળતી હતી એ કેરી આ વર્ષે ફળની સાઇઝ અને ક્વોલિટી મુજબ રૂ.2500 થી 4000 ના ભાવે મળે છે. કેરળની હાફુસ ગતવર્ષે રૂ.100 થી 120 ના ભાવે 1 કિલો મળતી હતી.

વધુ જુઓ ...
    અંકિત ઘોનસીકર, વડોદરા: તાઉતે વાવાઝોડા (tauktae cyclone)ને પગલે માવઠાની મોકાણ સાથે કુદરતી આપત્તિ જારી રહી હતી . જેના કારણે કેરી (Mango Price)ના પાકને 30 ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ (Mango Price Doble) આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. હોલસેલ ફ્રુટ માર્કેટ (Wholesale Fruit Market)માં રોજની 30 ટ્રક ભરીને કેરીઓ આવતી હતી. હાલમાં માત્ર 3 ટ્રક ભરીને કેરીઓ આવી રહી છે.

    શહેરના સયાજીપુરા હોલસેલ માર્કેટ ખંડેરાવ માર્કેટ સહિત શહેરના વેપારીઓ કેરળથી તોતાપુરી, લાલબાગ, ગોલા, પાયરી, હાફુસ અને દેશી કેરી વિપુલ જથ્થામાં મંગાવે છે આ પ્રમાણે મહારાષ્ટ્રના રત્નાગીરીથી હાફુસ, કેસર, પાયરી, દક્ષિણ ભારતના હૈદરાબાદ-વિજયવાડાથી બદામ અને તોતાપુરી, સૌરાષ્ટ્રથી કેસર, ઉત્તર પ્રદેશથી લંગડો, દશેરી, ચોરસા તેમજ ગુજરાતના વલસાડથી કેસર, લંગડો તોતાપુરી, રાજાપુરી, દાડમિયા કેરી મંગાવે છે .

    આ પણ વાંચો- Surat: બે કોમ વચ્ચે વૈમનસ્ય થાય તેવો ઉશ્કેરણીજનક વીડિયો બનાવનાર યૂ-ટ્યૂબરની ધરપકડ

    ગત વર્ષે બદામનો 1 કિલોનો ભાવ રૂ.55 થી 60 હતો . જે આ વર્ષે રૂ.110 છે .

    સૌથી મોંઘી કેરી રત્નાગીરી હાફુસ છે. જે કિલોના હિસાબે નહિં પરંતુ ડઝનના હિસાબે વેચાય છે. ગત વર્ષે જે કેરી રૂ .1500 ના ભાવે 3 થી 4 ડઝન મળતી હતી એ કેરી આ વર્ષે ફળની સાઇઝ અને ક્વોલિટી મુજબ રૂ.2500 થી 4000 ના ભાવે મળે છે. કેરળની હાફુસ ગતવર્ષે રૂ.100 થી 120 ના ભાવે 1 કિલો મળતી હતી. જેનો ભાવ આ વર્ષે રૂ.200 ની આસપાસ રમે છે. છૂટક માર્કેટમાં હાલમાં બદામ રૂ.120 થી 180, કેસર રૂ.250 થી 400, રત્નાગીરી હાફુસ રૂ.250 થી 400, લાલબાગ રૂ .120 થી 200, પાયરી રૂ.200 થી 300 ના ભાવે ફળની સાઇઝ - ક્વોલિટી પ્રમાણે વેચાય છે .

    આ પણ વાંચો- ઋષભ પંતે દેખાડી ગરમી, અમ્પાયરિંગથી ખફા થઇ ચાલુ મેચમાં ખેલાડીઓને પરત ફરવાનો ઇશારો કર્યો

    કાચી કેરીને પરાળમાં રાખી પકાવવામાં વધુ દિવસો વિતી જાય છે, જેને બદલે છેલ્લા દાયકાથી ચાઇનાથી આવતી કાર્બાઇડ યુક્ત પડીકીથી કેરી પકવવામાં આવે છે. તદુપરાંત કેરી પકવવા માટે એ.સી. હીટ એન્ડ ચિલ્ડ ચેમ્બરનો ઉપયોગ પણ કરાય છે. તાઉતે વાવાઝોડાના ઝંઝાવાતને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં આંબાના વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને પગલે આ વર્ષે કેરીનો પાક ઘટવા પામ્યો હોઇ ભાવ વધ્યા હોવાનું સર્વેક્ષણ છે.

    દેશના વિવિધ વિસ્તારોમાં જાત-જાતની અને ભાત-ભાતની કેરીઓ બારેમાસ ઊતરે છે. જે ઓફ સિઝનમાં મોંઘા ભાવે વેચાય છે. તદુપરાંત કોલ્ડ સ્ટોરેજમાં રાખેલી કેરીઓ પણ શાકભાજી-ફ્રુટ માર્કેટમાં બારેમાસ વેચાય છે.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Gujarati news, Japani Mango, Kesar mango, Saurastra, કેરી

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો