ભાજપની જીતની ખુશીમાં સાયકલ ચલાવી દિલ્હી ગયેલા ગુજરાતીને પીએમ મોદી મળ્યા

News18 Gujarati
Updated: July 3, 2019, 3:29 PM IST
ભાજપની જીતની ખુશીમાં સાયકલ ચલાવી દિલ્હી ગયેલા ગુજરાતીને પીએમ મોદી મળ્યા
વડાપ્રધાન મોદી સાથે ભિખુભાઈની તસવીર

ભાજપની જીતની ખુશીમાં 1100 કીમી સાયકલ ચલાવી દિલ્હી ગયેલા ગુજરાતીને પીએમ મોદી મળ્યા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : દેશમાં 350+ બેઠકો સાથેની NDA સરકાર સત્તામાં આવી. નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બન્યા. આ જંગી બહુમતીથી મળેલી જીત પાછળ ભાજપના અનેક કાર્યકરોની મહેનત હતી. જોકે, દેશમાં અનેક એવા લોકો હશે જેમણે ભાજપના આ વિજય માટે માનતાઓ બાધાઓ રાખી હશે. આવા જ એક ઉત્સાહી વ્યક્તિ છે અમરેલીના ભિખુભાઈ

ભિખુભાઈનો પરિચય એ છે કે તેમણે ભાજપની જીતની ખુશીમાં અમરેલીથી દિલ્હી સુધી 1100 કિલોમીટર જેટલું સાયકલિંગ કર્યુ છે. તેમની આ સિદ્ધીને વડાપ્રધાન મોદીએ બિરદાવી છે. ફક્ત બિરદાવી તેટલું જ નહીં ભિખુભાઈને દિલ્હીમાં રૂબરૂ મુલાકાત આપી અને ટ્વીટર પર તેમનો આભાર પણ માન્યો છે.

આ પણ વાંચો :  રાજ્યસભાની ચૂંટણી : ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જશે

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી કે ભિખુભાઈ અમરેલીના વતની છે અને તેમણે નક્કી કર્યુ હતું કે જો દેશમાં ભાજપ 300+ બેઠકો સાથે જીતશે તો તે સાયકલિંગ કરી દિલ્હી આવશે. ભીખુભાઈ તેમના વચનને પાળતા દિલ્હી સુધી આવ્યા અને અનેક લોકોને પ્રેરણા આપી, હું તેમના આ કાર્યથી પ્રભાવિત થયો છું.ઉલ્લેખનીય છે કે દેશમાં અને ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. લોકસભાની ચૂટણીમાં ભાજપે ગુજરાતમાં 26-26 બેઠકો જીતી હતી જેમાં અમરેલી લોકસભા મતવિસ્તારમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને હરાવી અને વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ ભવ્ય જીત મેળવી હતી.
First published: July 3, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading