રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ નોંધાવા પામી છે. પોલીસે આરોપીને પકડી લેવા જુદી-જુદી ટીમ બનાવી શોધખોળ પણ હાથ ધરી છે. ત્યારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર મંગાભાઈ પરમારે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે.
પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં રહેતા રાજેન્દ્ર પરમારે ફેસબુકના માધ્યમથી એક યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી જે બાદ તે યુવતીએ રાજેન્દ્ર પરમાર ની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને ફેસબુક ફ્રેન્ડ બન્યા હતા જે બાદ યુવતી જ્યારે રાજકોટ આવતી પરીક્ષા આપવા માટે ત્યારે રાજેન્દ્ર પણ તેની સાથે રાજકોટ આવતો હતો.
રાજકોટ આવ્યા બાદ યુવતીને લગ્નની લાલચ આપી જુદી જુદી હોટલમાં જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. શારીરિક સંબંધ ના કારણે યુવતી ગર્ભવતી થઇ હતી જેની જાણ તેણે રાજેન્દ્રને કરી હતી. ત્યારબાદ રાજેન્દ્રએ તેને જણાવ્યું હતું કે હાલ તારી પરિસ્થિતિની વાત જો ઘરમાં ખબર પડશે તો લગ્નમાં વાંધો આવશે જેના કારણે તેણે ગર્ભવતી યુવતીને ગોળી ખવડાવી તેનો ગર્ભ પડાવ્યો હતો. પરંતુ જ્યારે હવે યુવતીએ તેને લગ્ન માટે ફરી વાત કરી ત્યારે તેને લગ્ન કરવા માટે ઇનકાર કર્યો છે.
ત્યારે આ સમગ્ર મામલે જામનગર સીટી ના સી ડિવિઝન ના પોલીસ અધિકારી વી કે વણઝારીયા એ ઝીરો નંબરથી ગુનો દાખલ કરી આગળની તપાસ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને મોકલતા એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક આવા બનાવો સામે આવી ચૂક્યા છે જેમાં સોશિયલ મીડિયાના મારફતે થી લોકો એકબીજાના નજીક આવ્યા હોય અને ત્યારબાદ આ પ્રકાર નહીં અઘટિત ઘટનાઓ પણ બની હોય.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર