Home /News /gujarat /માંડવીમાં અશ્વ રેસ બની અંતિમ રેસ: વીજ થાંભલા સાથે ઘોડો અથડાતા 21 વર્ષિય અસવારનું મોત
માંડવીમાં અશ્વ રેસ બની અંતિમ રેસ: વીજ થાંભલા સાથે ઘોડો અથડાતા 21 વર્ષિય અસવારનું મોત
માંડવી અશ્વ રેસમાં વીજ થાંભલા સાથે ઘોડો અથડાતા અસવારનું મોત
Mandvi Horse Race Accident: મૃત્યુ પામનાર યુવકનું નામ રાજદીપસિંહ કિશનસિંહ જાડેજા છે, જેની ઉંમર માત્ર 21 વર્ષની હતી અને તે માંડવી તાલુકાનો રહેવાસી હતો. સાંજના પાંચ વાગ્યાના સુમારે બનેલી આ ઘટનાની હજુ સુધી પોલીસમાં કોઈ અકસ્માત મોતની નોંધ કરવામાં આવી નથી.
કચ્છનાં માંડવી (Kutch Mandvi ) તાલુકાના ત્રગડી ગામની સીમાએ ગત રોજ 13 ફેબ્રુઆરી,2022 રવિવારનાં રોજ અશ્વ રેસ (Horse Race) યોજાઈ હતી. આ દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અશ્વ રેસમાં એક અસવારનું વીજળીનાં થાંભલા સાથે અથડાતા મોત થઇ ગયુ હતું. ઘોડેસવાર રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો રેસ દરમિયાન ધૂળની ડમરીઓને કારણે માર્ગની બાજુમાં લાગેલા વીજળીનાં થાંભલા સાથે ટકરાઈ ગયો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રેસનાં ઉલ્લાસનો માહોલ શોકમાં ફેરવાઇ ગયો હતો.
માંડવી તાલુકાનાં ત્રગડી અને ગુંડિયાડી ગામની વચ્ચેની સીમા પર ગત રોજ આ રેસનું આયોજન થયુ હતું. જિલ્લાનાં અલગ અલગ સ્થળોએથી ઘોડેસવારો આવ્યાં હતાં અને તેમણે આ રેસમાં ભાગ લીધો હતો. આ રેસ પૂર્ણ થવાને આરે હતી ત્યારે આ ખેદપૂર્ણ ઘટના બની હતી.
ત્રગડી ગામનાં જ રાજદીપ સિંહ જાડેજા નામનાં યુવક સાથે આ દુર્ઘટના બની હતી. ધોડો ધૂળની ડમરીને કારણે માર્ગ ભૂલી ગયો હતો અને વીજળીનાં થાંભલે ટકરાઇ ગયો હતો. આ અકસ્માતમાં યુવક જમીનમાં પટકાઈ ગયો હતો. એમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં મૃત્યુ થયું હતું.
અશ્વ રેસ બની અંતિમ રેસ: માંડવી તાલુકાનાં ત્રગડી અને ગુંડિયાડી ગામની વચ્ચેની સીમા પર ગત રોજ આ રેસનું આયોજન થયુ હતું. જિલ્લાનાં અલગ અલગ સ્થળોએથી ઘોડેસવારો આવ્યાં હતાં અને તેમણે આ રેસમાં ભાગ લીધો હતો. આ રેસ પૂર્ણ થવાને આરે હતી ત્યારે આ ખેદપૂર્ણ ઘટના બની હતી. pic.twitter.com/lSdGDsRrVs
મૃત્યુ પામનાર યુવકનું નામ રાજદીપસિંહ કિશનસિંહ જાડેજા છે, જેની ઉંમર માત્ર 21 વર્ષની હતી અને તે માંડવી તાલુકાનો રહેવાસી હતો. સાંજના પાંચ વાગ્યાના સુમારે બનેલી આ ઘટનાની હજુ સુધી પોલીસમાં કોઈ અકસ્માત મોતની નોંધ કરવામાં આવી નથી.
આ મેળામાં ત્રણ અલગ-અલગ પ્રકારની અશ્વદોડ રાખવામાં આવી હતી અને વિજેતા ઘોડેસવારોને 500 થી 5000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે કચ્છમાં વિવિધ જાતિના ઘોડાઓ જોવા મળે છે અને આ ઘોડાઓ સાથે અહીંના યુવાનો કચ્છ અને કચ્છ બહાર પણ યોજાતી ઘોડાની રેસમાં ભાગ લે છે. ત્યારે કોઈપણ સાવચેતી વિના યોજાતી આ રેસમાં લોકોના જીવ પર મોટો ખતરો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર