Home /News /gujarat /જૂનાગઢઃ સરાજાહેર યુવાનની ગોળી મારી હત્યા, આરોપીઓ ફરાર

જૂનાગઢઃ સરાજાહેર યુવાનની ગોળી મારી હત્યા, આરોપીઓ ફરાર

અતુલ વ્યાસ, જૂનાગઢઃ એક તરફ ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચારી રહી છે, તો બીજી બાજુ રાજ્યમાં ક્રાઇમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે અહીં સરાજાહેર એક યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી, હત્યા પાછળનું કારણ અને આરોપીની શોધ માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જૂનાગઢમાં પેટ્રોલ પંપ પાસે સરાજાહેરમાં એક યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું એટલું જ નહીં ફાયરિંગ બાદ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પહોંચેલી પોલીસે પ્રાથમિક વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે ઘટનામાં મૃતક વ્યક્તિનું નામ મહેબૂબ હમીર સુમરા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ હવે Facebookથી જાણો આપના ઉમેદવાર વિશે બધું જ, શરૂ થઈ સર્વિસ

ઘટના બાદ પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તથા હત્યા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એક તરફ ચૂંટણીની તૈયારીઓ તથા બીજી બાજુ હત્યા જેવા ગુનાને કારણે જિલ્લામાં કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યાં છે.
First published:

Tags: Man killed, ગુનો, જૂનાગઢ, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો